Site icon Revoi.in

સોશિયલ મીડિયામાં #RIPTwitter હેશટેગ ટ્રેન્ડિંગ : ટ્વિટર કર્મચારીઓ મોટા પાયે રાજીનામું આપી રહ્યા છે.

Social Share

હાલમાં સોશિયલ મીડિયામાં  Twitter પર #RIPTwitter હેશ ટેગ ટ્રેન્ડ કરી રહ્યું છે,ટ્વિટરના હાલના  CEO એલન મસ્ક અનિશ્ચિત રીતે ઓફિસો બંધ કરી રહ્યા છે.  તેના દ્વારા કંપનીના કર્મચારીઓની સામૂહિક છટણી કાર્ય બાદ બાદ ટ્વિટર પાસે હાલમાં લગભગ 3,000 કર્મચારીઓ બાકી રહ્યાં છે. આ કંપની હસ્તગત કર્યા પછી મસ્કે તેના અડધા કર્મચારીઓને નોકરીમાંથી બરખાસ્ત કરી કાઢી મૂક્યા. જેના પરિણામે બાકી રહેલાં કર્મચારીઓ પણ કંપની સાથે જોડાયેલા પોતાના ભવિષ્ય લઈને ચિંતામાં છે, ત્યારે કંપનીમાંથી વધુ કેટલાક કર્મચારીઓ દ્વારા સામૂહિક રાજીનામું આપવાની વાત જાણવા મળી છે. જેના સંદર્ભે હાલમાં  ટ્વિટર પર RIP ટ્વિટર ટ્રેન્ડિંગ છે.

ગુરુવારે સાંજે પાંચ પહેલાં ઘણાં કર્મચારીઓએ પોતાના રાજીનામાની ઘોષણા કરવા માટે ટ્વિટરનો ઉપયોગ કર્યો.એલન મસ્ક દ્વારા કંપનીમાં કામકાજ માટે નવા ધારાધોરણો અને નીતિ મુજબ કામ કરવાનો સ્વીકાર કરવા માટે ગુરુવાર છેલ્લો દિવસ હતો. ત્યાંના એક કર્મચારીએ પોતાની પોસ્ટમાં જણાવ્યું કે, “ હું આ કંપની સાથે  બાર વર્ષથી જોડાયેલો હતો, પણ હવે હું આ કંપની છોડી રહ્યો છું. આટલા વર્ષોમાં અમે ઘણું બધું મેળવ્યું અને હવે છેલ્લે અમારી પાસે માત્ર પ્રેમ જ બચ્યો છે. આઈ લવ યુ  ટ્વિટર.”

કંપનીના આંતરિક મેસેજ પ્લેટફોર્મ પર પણ ઘણાં કર્મચારીઓએ ટ્વિટરને આખરી વિદાય આપી. જુદી જુદી ઘણી બધી પોસ્ટમાં કર્મચારીઓએ પોતાના સારા સંસ્મરણો વાગોળીને ટ્વિટરને અલવિદા કહ્યું. ઉલ્લેખનીય  છે કે હાલમાં એલન મસ્ક દ્વારા મોટા પ્રમાણમાં કર્મચારીઓને હાંકી  કાઢવામાં આવતાં સૌ રોષે ભરાયા છે અને એકસાથે જ સામૂહિક રાજીનામાં આપીને ટ્વિટરયુગને સમાપ્તિ તરફ લઇ જઈ રહ્યા હોય એમ જણાવે છે. છેલ્લા સમાચાર મુજબ અમુક ઓફિસો 21 નવેમ્બરથી ખૂલવાની છે.

(ફોટો: ફાઈલ)