Site icon Revoi.in

ઋષભ પંતની ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક,રોહિત શર્માની સાથે મળીને નિભાવશે જવાબદારી

Social Share

મુંબઈ:ભારતીય ક્રિકેટ ટીમમાં કેપ્ટન અને વાઇસ કેપ્ટન સતત બદલાતા રહે છે. વિરાટ કોહલીએ ત્રણેય ફોર્મેટની કેપ્ટનશીપ છોડ્યા બાદ રોહિત શર્માને T20 અને ODI ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે, જ્યારે KL રાહુલને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે, પરંતુ ફિટનેસના કારણોસર આમાં પણ ફેરફાર થઈ રહ્યા છે અને હવે વિકેટકીપર -બેટ્સમેન ઋષભ પંતને ટીમ ઈન્ડિયાની ઉપ-કપ્તાની મળી ગઈ છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે સોમવારે 14 ફેબ્રુઆરીએ ઋષભ પંતની ટીમ ઈન્ડિયાના વાઇસ કેપ્ટન તરીકે નિમણૂક કરી હતી.જોકે, ઈજાના કારણે કેએલ રાહુલ સિરીઝમાંથી બહાર થઈ ગયા બાદ ઋષભને આ જવાબદારી મળી હતી.તે માત્ર વેસ્ટ ઈન્ડિઝ સામેની T20I સિરીઝ માટે જ ઉપલબ્ધ છે, જે 16 ફેબ્રુઆરીથી શરૂ થશે.

પંત પહેલા આ જવાબદારી ઝડપી બોલર જસપ્રિત બુમરાહને દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ODI  સિરીઝ માટે આપવામાં આવી હતી, કારણ કે ત્યારબાદ રોહિત શર્મા ઈજાના કારણે બહાર થઈ ગયો હતો અને રાહુલે કેપ્ટનશીપ સંભાળી હતી.

સોમવારે T20 સિરીઝ માટે ભારતીય ટીમમાં વધુ એક ફેરફાર કરવામાં આવ્યો છે.ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર હેમસ્ટ્રિંગની ઈજાને કારણે સિરીઝમાંથી બહાર થઈ ગયો હતો.એવામાં T20 ટીમમાં તેના સ્થાને કુલદીપ યાદવની વાપસી થઈ છે.