Site icon Revoi.in

ઋષિ સુનકે ઈન્ડિયા-ઈંગ્લેન્ડ વીક 2023 ઈવેન્ટનું આયોજન કર્યું,કહ્યું- PM મોદી સાથે વિકાસ માટે પ્રતિબદ્ધ

Social Share

દિલ્હી : બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનકે ભારત-ઈંગ્લેન્ડ સપ્તાહ 2023 માટે વિશેષ ઇવેન્ટનું આયોજન કર્યું હતું. આ દરમિયાન, તેમણે મુક્ત વેપાર કરાર (FTA) માટે તેમની પ્રતિબદ્ધતાનો પુનરોચ્ચાર કર્યો. ઈવેન્ટમાં ઋષિ સુનક મેરી કોમ, શંકર મહાદેવન, ઝાકિર હુસૈન અને સોનમ કપૂર સહિત અનેક સેલિબ્રિટીઓને મળ્યા હતા. પીએમ સુનક તેમની પત્ની અક્ષતા મૂર્તિ સાથે કાર્યક્રમમાં પહોંચ્યા હતા.

કાર્યક્રમમાં તેમણે કહ્યું કે હું અને પીએમ મોદી 2030ના રોડમેપને લઈને મોટી પ્રગતિ કરી રહ્યા છીએ. અમે બંને સંમત છીએ કે આ ક્ષેત્રમાં ઘણી સંભાવનાઓ છે. અમે ખરેખર એક મહત્વાકાંક્ષી ડીલ કરવા માંગીએ છીએ જેનાથી બંને દેશોને ફાયદો થાય. અમે બંને વેપારીઓ અને ગ્રાહકો માટે નવી તકો લાવવા માંગીએ છીએ.

ઈન્ડિયા ગ્લોબલ ફોરમ દ્વિપક્ષીય સંબંધો પર વિચાર-વિમર્શ કરવા માટે મંત્રીઓ, નેતાઓ અને વેપારી લોકો માટે એક મંચ પૂરો પાડે છે. પાંચમી વાર્ષિક યુકે-ઈન્ડિયા વીક ઈવેન્ટ શુક્રવાર સુધી ચાલ્યું.

સમારોહમાં  IGFના સ્થાપક મનોજ લાડવાએ કહ્યું કે આપણે બધા અહીં જીવનના વિવિધ ક્ષેત્રો અને પૃષ્ઠભૂમિમાંથી આવ્યા છીએ. છતાં જે આપણને એક કરે છે તે આપણો જુસ્સો અને યોગદાન છે.