Site icon Revoi.in

ગુજરાતમાં મ્યુકોરમાઇકોસિસના વધતા જતા કેસઃ 13 વર્ષનો બાળક પણ બીમારીનો ભોગ બન્યો

Social Share

અમદાવાદઃ શહેરમાં મ્યુકોરમાઇકોસિસનો બાળકોમાં પહેલો કેસ સામે આવ્યો છે. 13 વર્ષના બાળકને મ્યુકોરમાઇક્રોસિસનુ ઓપરેશન કરવામાં આવ્યુ હતુ. બાળકને મ્યુકોરમાઇક્રોસિસ પોઝિટિવ આવતા બાળકનું ઓપરેશન ચાંદખેડાની ખાનગી હોસ્પિટલમાં કરાયું હતું. 13 વર્ષનો બાળક અગાઉ કોરોનાથી સંક્રમિત થયો હતો. અને, કોરોનાના કારણે બાળકના માતાનું પણ મોત થઇ ચૂક્યું છે.

કેન્દ્ર સરકારે કોરોના બાદ હવે મ્યુકરમાઇકોસિસને મહામારી જાહેર કરી છે. આ મહામારી ધીરેધીરે બાળકોમાં પણ પગપેસારો કરી રહી છે. કોરોનાના ઈલાજ દરમિયાન ડાયાબિટીસ હોય તેવા દર્દીમાં આ ફંગસ નાકથી પ્રવેશ કરી શરીરની અંદર સડો ફેલાવે છે. મ્યુકરમાઈકોસિસ માટે એમ્ફોટેરેસિન-B ઈન્જેક્શન છે, પરંતુ એ સરળતાથી મળતા નથી.આ મહામારીમાં દર્દીના શરીરનાં અંગો સડવા લાગે છે. અને, છેવટે તેનું દોઢથી બે કલાક સુધી ઓપરેશન ચાલે છે અને સડાવાળા ભાગને ફટાફટ કાઢવા પડે છે. મ્યુકોરમાઈકોસિસના વધતા કહેર વચ્ચે અમદાવાદ સિવિલમાં આ રોગથી 26 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. આ સ્થિતિમાં સરકારી અને ખાનગી હોસ્પિટલમાં દાખલ દર્દીઓની હાલત દયનિય બની ગઈ છે. બાળકમાં મ્યુકોરમાઇક્રોસિસ જોવા મળતા ચિંતાનો વિષય બન્યો છે.

રાજ્યભરમાં મ્યુકોરમાઈકોસિસના દર્દીઓમાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં દિવસેને દિવસે આ રોગના દર્દીઓની સંખ્યા વધી રહી છે.અમદાવાદમાં હાલમાં 481 દર્દીઓ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે..જે પૈકી સિવિલ હોસ્પિટલમાં 371 દર્દી જ્યારે ડેન્ટલ હોસ્પિટલમાં 60 દર્દીઓ સારવાર હેઠળ છે.1200 બેડની હોસ્પિટલમાં 50 દર્દી સારવાર લઈ રહ્યા છે.સુરતમાં મ્યુકોર માઈસિસના દર્દીઓ વધી રહ્યા છે. સુરતમાં હાલમાં 223 દર્દી નોંધાયા છે. જૈ પૈકી સિવિલમાં 116 જ્યારે સ્મીમેરમાં 107 દર્દી સારવાર લઈ રહ્યા છે. શહેરમાં અત્યાર સુધી 12 દર્દીનાં મોત થઈ ચૂક્યા છે. છેલ્લા 24 કલાકમાં 10 નવા દર્દી નોંધાયા છે.