Site icon Revoi.in

ચીનમાં વધતો કોરોનાનો કહેરઃ સતત 6 દિવસ બાદ પણ શાંઘાઈમાં રેકોર્ડ કેસ નોંધાયા

Social Share

દિલ્હીઃ- દેશભરમાં જ્યાં એક તરફ કોરોનાના કેસો નહીવત જોવા મળી રહ્યા છે, દૈનિક કેસો હજારથી પણ ઓછા આવી રહ્યા છે ત્યા બીજી તરફ ચીનમાં કોરોના વકતરતો જોવા મળી રહ્યો છે, આજે છઠ્ઠો દિવસ છે કે જ્યારે ચીનના પ્રાંત શાંઘાઈમાં સતત રેકોર્ડ સ્તરે કોરોનાના કેસોમાં વૃદ્ધી નોંધાઈ રહી છે, ઉલ્લેખનય છે કે ચીને અનેક પ્રતિબંધો આ વિસ્તારમાં લગાવ્યા છે તથા લોકડાઉન લગાવાની પણ ફરજ પડી છે.

શાંઘાઈમાં છેલ્લા 24 કલાકમાં લગભગ 20 હજાર નવા કેસ નોંધાયા છે. આ સતત છઠ્ઠા દિવસે શાંઘાઈમાં કોરોના વાયરસના ચેપના  આટલા કેસો આવ્યા છે,પરિણામે શહેર ચીનમાં ચેપનું કેન્દ્ર બની રહ્યું છે. શાંઘાઈમાં કોરોના વાયરસના ઓમિક્રોન સ્વરૂપનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને મોટી સંખ્યામાં કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે.

ચીનના નેશનલ હેલ્થ કમિશને વિતેલા દિવસને  ગુરુવારે જણાવ્યું હતું કે દેશમાં સ્થાનિક રીતે ફેલાતા સંક્રમણના  1 હજાર 284 નવા કેસ નોંધાયા છે, જેમાં શાંઘાઈમાં 322 કેસોનો સમાવેશ થાય છે. નેશનલ હેલ્થ કમિશન અનુસાર, બુધવારે દેશમાં કોવિડ-19ના 21,784 નવા કેસ નોંધાયા હતા, જેમાંથી 19,660 કેસ માત્ર શાંઘાઈમાં જ નોંધાયા હતા.

લગભગ 2.6 કરોડની વસ્તી ધરાવતા શાંઘાઈમાં ઘણા દિવસોથી લોકોએ લોકડાઉન સહિત કોવિડ-19 સંબંધિત પ્રતિબંધોનું પાલન કરવું પડી રહ્યું છે અને આગળ પણ આમ કરવાની ફરજ પડશે. શાંઘાઈમાં ત્રણ વખત લોકોની વ્યાપકપણે કોરોનાની તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનીય છે કે કોરોનાની શરુઆત ચીનમાંથી થી હતી જ્યારે હવે વિશ્વના ઘણા દેશઓમાં કોરોનાના કેસોમાં રાહત છે તેવી સ્થિતિમાં ચીન ફરી એક વખત કોરોનાની ઝપેટમાં આવ્યું છે, ચીનનું શાંઘાઈ કોરોના હોટસ્પોટ બનતું જોવા મળી રહ્યું છે.