Site icon Revoi.in

રાજસ્થાનમાં કપ્પા વેરિએન્ટનો વધતો કહેર -વધુ એક સંક્રમિત મળી આવતા દર્દીઓની સંખ્યા 11 થઈ

Social Share

જયપુરઃ- સમગ્ર દેશમાં કોરોનાનો કહેર વર્તાયેલો જોવા મળી રહ્યો છે ,જો કે કોરોનાની બીજી લહેરની ગતિ ઘીમી પડેલી જોય શકાય છએ, પરંતુ કોરોનાના કેસોની સાથે સાથે જ તેના અવનવા પ્રકારોએ દેશભરના જુદા જુદા રાજ્યોમાં કહેૈર ફેલાવ્યો છે,દેશમાં ડેલ્ટા ,ડેલ્ટા પ્લસ અને હવે કપ્પા વેરિએન્ટની ચિંતા વધી છે, કપ્પા નામના વેરિએન્ટે હવે દેશમાં જોખમ ઊભુ કર્યું છે.

રાજસ્થાન રાજ્યમાં આ કપ્પા નામક વેરિએન્ટ જોવા મળ્યા છે , આ સાથે જ આ કપ્પા વેરિએન્ટના કુલ 11 કેસો નોઁધાઈ ચૂક્યા છએ, જે રાજ્ય સરકારની ચિંતાનો વિષય છે,હાલ કોરોનાની બીજી લહેર સંપૂર્ણ ગઈ નથી ત્યા તો તેની ત્રીજી લહેરની ચર્ચાો અને હવે આ અવનવા વેરિએન્ટોએ લોકોમાં ભય ફેલાવ્યો છે.

દેશનાં જપુદા જુદા રાજ્યોમાં જોવા મળતા નવા વેરિએન્ટનાં દર્દીઓએ હવે સરકારની ચિંતામાં વધારો કર્યો છે. હવે રાજસ્થાનમાંથી વધુ કપ્પાનો દર્દી મળી આવ્યો છે, આ એક કેસ નોંઘાતાની સાથે જ હવે કપ્પા વેરિએન્ટનાં કેસો અહી 11 થઇ ચૂક્યા છે. જો કે કેન્દ્ર સરકાર દ્વારા સતત કહેવામાં આવી રહ્યું છે કે, આ વેરિઅન્ટ વધુ પ્રમાણમાં જોખમી નથી, તેમ છતાં આ વાયરસનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.

રાજસ્થાનનાં આરોગ્યમંત્રીએ જણાવ્યું હતું કે રાજ્યમાં કપ્પાનાં વેરિઅન્ટના સંક્રમિત દર્દીઓનો આંકડો 11 થયો છે. જેમાંથી 4  કેસો જયપુરમાં અને 4 કેસો અલવરમાં મળી આવ્યા છે. આ સાથે જ બાડમેરમાં 2 અને ભીલવાડામાં એક દર્દી મળી આવ્યા છે. જેના કારણે સરકારની ચિંતા વધી છે અને વેરિએન્ટનાં કેસો વધુ તપાસ કરવામાં આવી રહ્યા છે. આ નમુનાઓની ઉંડાણપૂર્વકની તપાસ માટે સેમ્પલો લેબમાં મોકલવામાં આવી રહ્યા છે. મંત્રીએ પ્રોટોકોલનું સંપૂર્ણ પાલન કરવાની અપીલ કરી છે.