- યુએસના એક ચર્ચમાં ફાયરિંગની ઘટના
- આ ઘટનામાં 1 નું મોત અને કેટલાક લોકો ઘાયલ
દિલ્હીઃ- વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં દિવસેને દિવસે આડેઘડ ફાયરિંગ કરવાની ઘટનાઓમાં વધારો થી રહ્યો છે જ્યા એક દિવસ પહેલા જ 18 વર્ષિય યુવકે ન્યૂયોર્કમાં ગોળીબાર કર્યો હતો જેમાં 10 જેટલા લોકોના મોત થયા હતા ત્યારે ફરી અમેરિકાના ચર્ચમાં ગોળીબાર કરવાની ઘટના સામે આવી રહી છે
પ્રાપ્ત જાણકારી પ્રમાણે યુએસના લોસ એન્જલસ નજીક એક ચર્ચમાં કરવામાં આવેલા ગોળીબારમાં એક વ્યક્તિનું મોત થયું છે અને ચાર લોકો “ગંભીર રીતે” ઘાયલ હોવાની માહીતી મળી રહી છે.
આ ઘટનાને પગલે ઓરેન્જ કાઉન્ટી શેરિફ વિભાગે ટ્વીટ કરીને આ ઘટનાની જાણકારી આપી હતી. આ સાથએ જ આ પોસ્ટમાં દણાવાયું છે કે , “ચાર લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.” એકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય એક વ્યક્તિને ‘સામાન્ય’ ઈજાઓ થઈ હતી. શેરિફ ડિપાર્ટમેન્ટે અગાઉની ટ્વીટમાં કહ્યું હતું કે, “અમે એક વ્યક્તિની હાલ અટકાયત કરી છે અને તેના પાસેથી એક હથિયાર કબજે કર્યું છે,સંભવત તેનો ઉપયોગ આ ઘટનાને અંજામ આપવામાં કરાયો હોઈ શકે.
આ ઘટનાનાસોશિયલ મીડિયા પર પોસ્ટ કરાયેલા ફોટોમાં ચર્ચની બહાર પાર્ક કરાયેલા ઈમરજન્સી વાહનો જોવા મળ્યા છે. કેલિફોર્નિયાના ગવર્નર ગેવિન ન્યૂઝમની ઓફિસે કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખવા માટે સ્થાનિક અધિકારીઓ સાથે કામ કરી રહી છે. ઓફિસે ટ્વીટ કર્યું કે, “કોઈએ પણ તેમના ધર્મસ્થાન પર જવાથી ડરવાની જરૂર નથી.
વોશિંગ્ટનમાં ઓરેન્જ કાઉન્ટીનું પ્રતિનિધિત્વ કરતી ડેમોક્રેટિક કોંગ્રેસ વુમન કેટી પોર્ટરે જણાવ્યું હતું કે આ ઘટના “ચિંતાજનક અને હેરાન કરનારી છે. છેલ્લા 2 દિવસમાં ગોળીબારની બે ઘટનાઓ સામે આવી છે.