પોલીસની ઘોંસ વધતા ડ્રગ્સ માફિયાઓ માદવ દ્રવ્યોની હેરાફેરી માટે નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે
દિલ્હીઃ રેલવે પોલીસે રાત્રે દક્ષિણ બિહાર એક્સપ્રેસની એસી બોગીમાંથી 43 કિલો ગાંજો કબજે કર્યો છે. તેમજ બે આરોપીઓની પણ ધરપકડ કરી હતી. આરોપીઓ પાસેથી બે મોબાઈલ ફોન અને રોકડ જપ્ત કરી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓમાં પશ્ચિમ ચંપારણ જિલ્લાના લક્ષ્મીપુર ગામના રાજન કુમાર ગોપ અને મુરમાવા ગામનો વિજય ચૌહાણ હોવાનું જાણવા મળે છે. દેશમાં છેલ્લા કેટલાક મહિનાથી ડ્રગ્સના રેકેટને ઝડપી લેવા માટે સુરક્ષા એજન્સીઓ વધારે સક્રિય બની છે. બીજી તરફ માદક દ્રવ્યોની હેરાફેરી માટે ડ્રગ્સ માફિયાઓ નવી-નવી તરકીબ અજમાવી રહ્યાં છે.
કીઉલ રેલ ડીએસપી ઈમરાન પ્રવેઝે બંને આરોપીઓની પૂછપરછ કરી હતું. એવું કહેવાય છે કે આરોપીઓ એસી ફર્સ્ટ ક્લાસમાં રિઝર્વેશન કરાવીને મુસાફરી કરી રહ્યા હતા. દારૂ સામે ચાલી રહેલી વિશેષ તપાસમાં રેલવે પોલીસને આ સફળતા મળી છે. રેલ્વે પોલીસ જપ્ત કરાયેલા ગાંજાને તપાસ માટે પટના અને ઝાસુગુડા મોકલશે. આ મામલામાં રેલ ડીએસપીએ જણાવ્યું કે, ટ્રેનોમાં દારૂના પ્રતિબંધને લઈને વિશેષ ચેકિંગ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. સાઉથ બિહાર એક્સપ્રેસમાં રેલ્વે પોલીસ પેટ્રોલિંગ જસીડીહથી બરહિયા જઈ રહી હતી. બંને આરોપીઓએ જણાવ્યું કે તેઓને ઝસુગુડાથી બેતિયા લઈ જવામાં આવી રહ્યા હતા. બંને પાસેથી ઝાસુગુડાથી પટનાની ટિકિટ મળી આવી છે. ગાંજાને પટનાથી બેતિયા વાહન દ્વારા લઈ જવાની યોજના હતી.ડીએસપીએ કહ્યું કે આરોપીઓની પૂછપરછમાં ઘણી કડીઓ મળી છે. બંને આરોપીઓએ અગાઉ પણ બે વખત ગાંજાના કન્સાઈનમેન્ટની ડિલિવરી કરી હોવાનું જણાવ્યું હતું. બંને કેરિયર તરીકે કામ કરે છે. જપ્ત કરાયેલા ગાંજાને ફોરેન્સિક તપાસ માટે પટના અને ઝાસુગુડા મોકલવામાં આવશે.
(PHOTO-FILE)