ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું જળસ્તર વધતા જોખમ વધ્યું – કેટલાક જીલ્લાઓમાં પુરના પાણી ઘુસ્યા
- ઉત્તરપ્રદેશમાં ગંગા નદી જોખમના નિશાના પર
- કેટલાક જીલ્લાઓમાં પાણી ભરાયા
લખનૌઃ- દેશભરમાં ચોમાસું ચાલી રહ્યું છે આવી સ્થિતિમાં કેટલાક જીલ્લાઓમાં ભારે વરસાદ નોંધાયો ચે જેના કારણે અનેક નદીઓના જળસ્તચર ભયજનક સપાટી વટાવી ચૂક્યા છે ,ખાસ કરીને ઉત્તરપ્રદેશમાં ગંગા નદીનું સ્તર વધતા પુરના પાણી અનેક જીલ્લાઓમાં ઘુસી આવ્યા છે, જેને લઈને સામાન્ય જનતાને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.જો કે સ્થિતિ સામાન્ય જોવા મળી છે.પરંતુ આગામી દિવસોમાં વરસાદ વધે તો સ્થિતિ ખરાબ થઈ શકે છે જેને લઈને પ્રસાસન અત્યારથી જ તૈયારીમાં લાગ્યું છે.
ઉત્તર પ્રદેશના ત્રણ જિલ્લાના છ ગામ પૂરથી પ્રભાવિત જોવા મળી રહ્યા છે જો કે હાસ સ્થિતિ સામામન્ય જોવા મળી રહી છે..રાજ્યના રાહત કમિશનર રસોમવારે અહીં જારી એક નિવેદનમાં આ માહિતી આપી હતી.અને કહ્યું કે હાલ સ્થિતિ કાબૂમાં છે
છેલ્લા 24 કલાકમાં રાજ્યના દસ જિલ્લામાં 25 મીમી કે તેથી વધુ વરસાદ નોંધાયો છે. હાલમાં ગોંડા, સીતાપુર જિલ્લાના છ ગામો પૂરથી પ્રભાવિત છે. રાહત કમિશનરે કહ્યું કે હાલમાં રાજ્યના તમામ પાળા સુરક્ષિત છે, ક્યાંય ચિંતાજનક સ્થિતિ નથી. તેમણે કહ્યું કે રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સરેરાશ 10.3 મીમી વરસાદ નોંધાયો છે.
વરસાદથી પ્રભાવિત જિલ્લાઓમાં શોધ અને બચાવ કામગીરી માટે નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ, સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ અને PAC ની 55 ટીમો તૈનાત કરવામાં આવી છે. યુપીના બલરામપુરમાં ભારે વરસાદને લઈને આજરોજ મંગળવારે યલો એલર્ટ પણ જારી કરવામાં આવ્યું છે.
જો વરસાદની વાત કરીએ તો 1લી જૂનથી રાજ્યમાં સરેરાશ 248 મીમી વરસાદ થયો છે, જે 416.4 મીમીના સામાન્ય વરસાદની સામે 60 ટકા છે.બદાઉન જિલ્લામાં ગંગા નદી અને લખીમપુર ખેરી જિલ્લામાં શારદા નદી, બલિયામાં ઘાઘરા નદી ખતરાના નિશાનથી ઉપર વહી રહી છે.જેને લઈને કિનારા પર ન જવાની સલાહ સૂચના અપાઈ છે,અને વહીવટ તંત્ર દ્રારા પણ અનેક તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.