તાલિબાનનો વધતો આતંકઃ હવે અફઘાનિસ્તાનના ચોથા સૌથી મોટા શહેર એવા મઝાર-એ-શરીફને લીઘુ બાનમાં
- તાલિબાને અફઘાનના ચોથા મોટા શહેર પર કબ્જો કર્યો
- તાલિબાન દ્વારા વધ્યો સતત આતંક
દિલ્હીઃ તાલિબાનીઓ દ્વારા અફઘાનિસ્તાનમાં સતત આતંક ફેલાવવામાં આવી રહ્યો છે, તાલિબાન દેશના અનેક શહેરો પર પોતાનો કબ્જો કરતા કરતા દેશની રાજધઆની કાબુલ સુધી પહોંચી રહ્યું છે, આ પહેલા પણ અનેક શહેરો પર તકબ્જો કરવામાં આવી ચૂક્યો છે ત્યારે હવે સૌથી મોટા 4 થા નંબરના શહેર એવા મજાર એ શરીફ પર તાલિબાને કબ્જો જમાવ્યો છે.
તાલબાને વિતેલા દિવસને શનિવારથી ચારે બાજુથી સતત હુમાલો કરવાનું શરુ કર્યું હતું, ત્યાર બાદ એ શહેર પર તાલિબાનનો કબજો થઈ ગયો છે. આ બાબતે એક સાંસદે માહિતી આપી હતી.
આ સમગ્ર સ્થિતિને લઈને બલ્ખના સાંસદ અબાસ ઇબ્રાહિમજાયોએ જણાવ્યું હતું કે, પ્રાંતની રાષ્ટ્રીય સેનાના કોરે પહેલા આત્મસમર્પણ કર્યુ. ત્યાર પછી સરકાર સમર્થક મિલિશિયા અને અન્ય દળોએ મનોબળ ખોઈને હાર માની લીધી. સાંસદના જણાવ્યા પ્રમાણે ગવર્નર કાર્યાલય સહિત બધા પ્રાંતીય પ્રતિષ્ઠાન પર હવે તાલિબાને કબજો જમાવી લીઘો છે.
હવે તાલિબાનનની નજર અફઘાનની રાજધાની પર અચકેલી છે, તેઓ ઘીમે ઘીમે રાજઘાની કાબુલ તરફ આગળ વધી રહ્યા છે, અફઘાનિસ્તાનની રાજધાની કાબુલ પણ તેઓ કબજો કરવાન તૈયારીમાં જોવા મળે છે. આ સહેલા પણ તેમણે ઉત્તરી ફરયાબ પ્રાંતની રાજધાની મૈમાના પર પણ કબજો કરી લીધો છે.
તાલિબાન સામે અફઘાન સતત લડત આપી સહ્યું છે જો કે તેઓ છેવટે હારમાની લે છે, શનિવારેપણ સુરક્ષાદળોએ આત્મસમર્પણ કરી દીધુ. તાલિબાને બલ્ખ પ્રાંતની રાજધાની મઝાર-એ-શરીફ પર પણ કબજો કરી લીધો છેતેઓ તમના નાપાક ઈરાદાને સફળ બનાવતા જોવા મળી રહ્યા છે,જો રહવે સ્થિતિ આજ રીતે રહેશે તો એ દિવસ દૂર નથી કે અફઘાનિસ્તાનને તાલિબાન પોતાની બાનમાં લઈ લેશે.