Site icon Revoi.in

એરફ્રોર્સ અને CRF પર જૈશના ચાર આતંકીઓ દ્વારા હુમલાનું જોખમ ,સુરક્ષા એજન્સીઓ એલર્ટ 

Social Share

 

દિલ્હીઃ- દેશની શઆંતિનો ભંગ કરવાના સતત પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે ત્યારે હવે જેશ-એ-મોહમ્મદના આતંકવાદીઓ સીઆરપીએફ કેમ્પ, એરફોર્સ અને SOG પર મોટો હુમલો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. સુરક્ષા એજન્સીઓએ ચાર આતંકવાદીઓની ઓળખ કરી છે, જેઓ આ પ્રકારનું ષડયંત્ર રચી રહ્યા છે. આ આતંકવાદીઓને પાકિસ્તાનમાં બેઠેલા હેન્ડલરોએ બે રીતે હુમલા કરવાની સૂચના આપી છે.

મળતી માહિતી  પ્રમાણે, ગુપ્ત એજન્સીઓએ આ અંગે સુરક્ષા દળોને પણ એલર્ટ કરી દીધા છે. કહેવામાં આવ્યું છે કે આ આતંકવાદીઓ પાસે મોટા પાયા પર હથિયારો પણ છે અને તેઓ સીઆરપીએફ અને એરફોર્સને નિશાન બનાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. આ પહેલા પણ 11 જૂન 2021ના રોજ પણ આવી જ માહિતી મળી હતી. આ પછી શ્રીનગરમાં સીઆરપીએફ પર ગ્રેનેડ હુમલો થયો હતો.

સુરક્ષા દળોએ આ આતંકવાદીઓ પર હુમલો કરવાના બે રસ્તાઓ શોધી કાઢ્યા છે. પહેલા જ્યારે સુરક્ષા દળો તેમની ગોળીઓથી બચવાનો પ્રયાસ કરી રહ્યા હતા ત્યારે આતંકીઓ પોલીસ અને સીઆરપીએફ ના હથિયારો લઈને આવ્યા હતા. બીજી વખત જ્યારે તેમના પર ગોળીબાર કરવામાં આવ્યો ત્યારે આ લોકો હથિયાર છીનવવાનો પ્રયાસ કરી રહ્યા ન હતા.આ આતંકવાદીઓને એમ પણ કહેવામાં આવ્યું છે કે જો એન્કાઉન્ટર દરમિયાન સુરક્ષા દળો બંકરમાં હોય તો ગોળીબાર ન કરો. આતંકીઓની આ રણનીતિ પરથી અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે આ લોકો સુરક્ષા દળોની જવાબી રણનીતિથી સંપૂર્ણપણે વાકેફ છે. આ જોઈને તેઓ હુમલો કરી રહ્યા છે.જેને લઈને હવે તમામા સુરક્ષા એજન્સીોને એલર્ટ કરવામાં આવી છે.