Site icon Revoi.in

મધ્યપ્રદેશમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટનું જોખમ વધ્યું – 7 કેસોની પૃષ્ટિ સહીત 2ના મોત

Social Share

 

દિલ્હીઃ- સમગ્ર દેશમાં કોરોના મહામારી બાદ હવે કોરોનાના નવા વ્સરુપનો ભય વધી રહ્યો છે, જેમાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કે જેને નિષ્ણાંતો દ્રારા ખૂબ જ ઘાતક ગણાવાયો છે, તેના કેસ હવે દેશમાં વધતા જતા જોવા મળી રહ્યા છે,દેશના રાજ્ય મધ્ય પ્રદેશમાં આ પ્રકારે હવે કહેર ફેલાવ્યો છે.

મધ્ય પ્રદેશમાં કોરોના વાયરસના નવા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ઓછામાં ઓછા સાત કેસની પુષ્ટિ થઈ ચૂકી  છે, જેમાંથી બે દર્દીઓનાં મોત નીપજ્યાં છે. ડોક્ટરોના જણાવ્યા પ્રમાણે મૃત્યુ પામનારા બન્ને દર્દીઓએ વેક્સિન નહોતી લીધી , આ સાથે જે દર્દીઓએ રસીના એક અથવા ડબલ ડોઝ લીધા હતા તેવા ત્રણ દર્દીઓ સ્વસ્થ થયા છે ,આ સહીત જે લોકોએ વેક્સિન નથી લીધી તેવા બે દર્દીઓ તેમાંથી એક 22 વર્ષીય યુવતી અને બીજી 2 વર્ષની એક બાળકી સ્વસ્થ થયા છે.

મધ્યપ્રદેશમાં મળી આવેલા ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના 7 દર્દીઓમાંથી 3 દર્દીઓ ભોપાલના, બે ઉજ્જૈનના, એક રાયસેન અને એક અશોક નગર જિલ્લાના રહેવાસી છે. ગયા મહિને આ સાત દર્દીઓ કોવિડ પોઝિટિવ હોવાની પુષ્ટિ થઈ હતી. ત્યાર બાદ પરિક્ષણ કરતા જાણવા મળ્યું હતું કે તેઓ ડેલ્ટા પ્લસ વેરિએન્ટનો ભોગ બન્યા છે. મધ્ય પ્રદેશ એ ત્રણ રાજ્યોમાંથી એક છે જ્યાં ડેલ્ટા પ્લસ વેરિએન્ટના કેસો મળી આવ્યા છે. અન્ય બે રાજ્યો કેરળ અને મહારાષ્ટ્ર છે. ગઈકાલે જમ્મુ-કાશ્મીરમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટનો પ્રથમ કેસ સામે આવ્યો છે.

ડેલ્ટા પ્લસ વેરિએન્ટ કેટલા પ્રમાણમાં સંક્રમિત કરી શકે છે અને તે જીવલેણ છે કે નહી તે વિશે હજી ઘણી માહિતી પ્રાપ્ત થઈ નથી. આરોગ્ય મંત્રાલય આ કોરોનાના વેરિએન્ટ પર ખાસ નજર રાખી રહ્યું છે. આ પરિવર્તનને ચિંતાનું કારણ ગણાવતાં કેન્દ્રએ રાજ્યોને પણ સતર્ક રહેવા જણાવ્યું છે, હાલ આ વનો વેરિએન્ટ અમેરિકા, યુકે, પોર્ટુગલ, સ્વિટ્ઝર્લ  જાપાન, પોલેન્ડ, રશિયા, ચીન અને ભારત જેવા નવ દેશોમાં ડેલ્ટા પ્લસ મળી આવ્યો છે.