1. Home
  2. ગુજરાતી
  3. ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો
ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો

ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમઃ સર્વેમાં ખુલાસો

0
Social Share

નવી દિલ્હીઃ ઓફિસમાં બેઠા-બેઠા કામ કરતા કર્મચારીઓને હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધારે હોવાનું એક રિપોર્ટમાં ખુલાસો થયો છે. ચીનની એક સંસ્થા દ્વારા દુનિયાના 21 દેશમાં કરવામાં આવેલા સર્વેમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે.

સુત્રોના જણાવ્યા અનુસાર ચાઈનીઝ એકેડેમી ઓફ મેડિકલ સાયન્સ અને પેકિંગ યુનિયન મેડિકલ કોલેજ દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર જે કામદારો સતત 8 કલાક ડેસ્ક પર બેસીને કામ કરે છે તેમને સ્ટ્રોક અને હાર્ટ એટેકનું જોખમ 20 ટકા વધારે છે. આ અભ્યાસ 21 દેશોના 105,677 લોકો પર 11 વર્ષ સુધી કરવામાં આવ્યો છે. અભ્યાસમાં એવું જોવામાં આવ્યું છે કે, આ લોકોમાંથી 6,200 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. જેમાંથી 2,300 લોકો હાર્ટ એટેકને કારણે મૃત્યુ પામ્યા છે. 3,000 લોકો સ્ટ્રોકને કારણે મૃત્યુ પામ્યા છે અને 700 લોકો હૃદયની નિષ્ફળતાને કારણે મૃત્યુ પામ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતમાં પણ હાર્ટ એટેકના કેસ ઝડપથી વધી રહ્યા છે. કેટલાક અહેવાલો અનુસાર, હૃદયરોગના હુમલાના કુલ દર્દીઓમાંથી લગભગ 60 ટકા દર્દીઓ ભારતમાં છે.

(PHOTO-FILE)

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code