ઓમિક્રોનનું જોખમઃ- દેશમાં સ્થિતિ વણસી શકે છે,કેન્દ્રએ આપ્યા સખ્ત નિયન પાલનના આદેશ
- કોરોનાને લઈને કેન્દ્રનું કડક વલણ
- નિયમોનું કડકપણે પાલન કરવાના આપ્યા આદેશ
દિલ્હીઃ- સમગ્ર વિશ્વમાં ફરી એક વખત કોરોનાનો કહેર વર્તાઈ રહ્યો છે, કોરોનાને લઈને સ્થિતિ વણસી રહી છે ત્યારે કેન્દ્રએ તમામ રાજ્યોને કોરોનાના નિયમોનું કડકપણે અમલ કરાવવાના આદેશ જારી કર્યા છે,ઓમિક્રોનના ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્રએ રાજ્યોને આરોગ્ય સેવાઓ મજબૂત કરવા જણાવ્યું છે.
આ આદેશમાં કહેવામાં આવ્યું છે કે કોરોનાના નવા વાયરસથી વિકટ પરિસ્થિતિ સર્જાઈ શકે છે. આ માટે રાજ્યોએ તૈયારી કરવી પડશે. કેન્દ્રીય ગૃહ સચિવ અજય ભલ્લાએ રાજ્યોને લખેલા પત્રમાં કહ્યું કે ઓમિક્રોનના દેશમાં 578 કેસ મળી આવ્યા છે, તે 19 રાજ્યોમાં પહોંચી ગયા છે. તેમણે કહ્યું કે મંત્રાલયે 21ના રોજ જારી કરાયેલ એડવાઈઝરીમાં માનક માળખું જારી કર્યું હતું. હવે તેમને સખત રીતે અનુસરવાનો અને ઉચ્ચ સતર્કતા રાખવાનો હવે સમય છે.
સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન એસિમ્પટમેટિક દર્દીઓના આઇસોલેશનનો સમય ઘટાડવાનું વિચારી રહ્યું છે. માહિતી પ્રમાણે આઈસોલેશનનો સમય 10 દિવસથી ઘટાડીને 5 કરવામાં આવી શકે છે. આ બજ્યારે અન્ય લોકો આસપાસ હોય ત્યારે દર્દીએ 5 દિવસ માટે માસ્ક પહેરવાનું ફરજિયાત રહેશે.
ભારતના ડ્રગ કંટ્રોલર જનરલે 20 ઓગસ્ટના રોજ કટોકટીની સ્થિતિમાં 12 થી 18 વર્ષની વયના બાળકોને ઝાયકોવિડ રસી આપવાની મંજૂરી આપી હતી. રસી ઉપલબ્ધ થયા પછી બાળકોના રસીકરણમાં વેગ આવવાની અપેક્ષા છે.કેન્દ્રએ કહ્યું કે બૂસ્ટર ડોઝ અને બાળકોના રસીકરણ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા 28 ડિસેમ્બરે રાજ્યો સાથે બેઠક યોજવામાં આવશે.