- ભારતમાં ઓમિક્રોનની એન્ટ્રી
- આ રાજ્યમાં સૌથી વધારે જોખમ
- સરકાર આવી એક્શનમાં
જયપુર: સાઉથ આફ્રિકામાંથી મળી આવેલા ઓમિક્રોન વેરિયન્ટના કેસ હવે દુનિયાના દરેક દેશમાં જોવા મળી રહ્યા છે. આ દેશોની યાદીમાં ભારત પણ બાકાત નથી, પણ ભારતના રાજસ્થાનમાં સૌથી વધારે જોખમ જોવા મળી રહ્યું છે. વાત એવી છે કે રાજસ્થાનમાં પણ ચિંતામાં વધારો થઈ રહ્યો છે. રાજસ્થાનમાં 7 દિવસ પહેલાં દક્ષિણ આફ્રિકાથી જયપુર આવેલા એક પરિવારના 4 સભ્ય પોઝિટિવ આવ્યા છે. તેમાં દંપતી સહિત તેમની બે બાળકી (8 અને 15 વર્ષ) પોઝિટિવ મળી આવી છે.
તમામને ઓમિક્રોનથી શંકાસ્પદ માનીને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તેમનાં સેમ્પલ જીનોમ સિક્વેસિંગ માટે મોકલવામાં આવ્યાં છે. ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 9,216 નવા કેસ નોંધાયા છે, જ્યારે 391 લોકોએ જીવ ગુમાવ્યા છે.
રાજ્ય સરકારોએ કોરોના વાઇરસના સંક્રમણને અટકાવવા માટેના અનેક પ્રતિબંધોની જાહેરાત કરી છે. દિલ્હીમાં 15 ડિસેમ્બરથી જાહેર સ્થળો પર વેક્સિન ન લીધેલા લોકોના પ્રવેશ પર પ્રતિબંધ લગાવવામાં આવી શકે છે.