Site icon Revoi.in

વન-ડે ક્રિકેટમાં ઋતુરાજ ગાયકવાડે સર્જયો ઈતિહાસ, એક ઓવરમાં નો બોલની મદદથી 7 સિક્સર ફટકારી

Social Share

નવી દિલ્હીઃ ભારતીય યુવા ક્રિકેટર ઋતુરાજ ગાયકવાડએ ભારતીય ક્રિકેટમાં ઈતિહાસ બનાવ્યો છે, ગાયકવાડે વિજય હજારે ટ્રોફીમાં મહારાષ્ટ્ર તરફથી રમતા ઉત્તરપ્રદેશ સામેની મેચમાં એક ઓવરમાં સાત સિક્સર ફટકારી હતી. ગાયકવાડ લીમીડેટ ઓવર ક્રિકેટ આ ઈતિહાસ રચનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બની ગયો છે.

ગાયકવાડે આ ઈતિહાસ મહારાષ્ટ્રની ઈન્ડિંગની 49માં ઓવરમાં કર્યો હતો.શિવા સિંહએ આ ઓવરમાં એક નો બોલ નાખ્યો હતો. આમ ઓવરના સાત બોલમાં ગાયકવાડે સાત સિક્સર ફટકારી હતી. આ ઓવરમાં કુલ 43 રન બન્યા હતા. ગાયકવાડે આ ઈનિગ્સમાં 159 બોલમાં 220 રન બનાવ્યાં છે. આ ઈનિગ્સમાં ગાયકવાડે 10 ચોક્ગા અને 16 સિક્સર ફટકારી હતી.

ગાયકવાડની ઈનિગ્સના પગલે મહારાષ્ટ્રની ટીમે 50 ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને 330 રન બનાવ્યાં હતા. ગાયકવારે આ ઈનિગ્સમાં ઓપનીંગ કરી હતી. આ ઉપરાંત મહારાષ્ટ્રના કોઈ બેસ્ટમેન અડધી સદી ફટકારી શક્યા ન હતા. અંકિત બાવને અને અજીમ કાઝીએ 37-37 રન બનાવ્યા હતા. ઉત્તરપ્રદેશ તરફથી ફાસ્ટ બોલર કાર્તિક ત્યાગીએ 66 રન આપીને સૌથી વધારે 3 વિકેટ લીધી હતી.

ક્રિકેટ જગતમાં ટી-20માં એક ઓવરમાં છ સિક્સર ફટકારવાનો રેકોર્ડ ભારતીય પૂર્વ બેસ્ટમેન યુવરાજસિંહના નામે છે, 2007ના ટી-20 વર્લ્ડકપમાં ઈંગ્લેન્ડ સામેની ઓવરમાં છ સિક્સર ફટકારી હતી. આ ઉપરાંત વન-ડે ઈતિહાસમાં બે વખત બેવડી સદી ફટકારવાનો રેકોર્ડ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માના નામે છે એટલું જ નહીં વન-ડેમાં સૌથી વધારે રન બનાવવાનો રેકોર્ડ પણ રોહિત શર્માના નામે નોંધાયેલો છે. હવે વધુ એક રોકોર્ડ ભારતીય ક્રિકેટરના નામે થયો છે.