Site icon Revoi.in

પાકિસ્તાન ઈન્ટરનેશન એરલાઈન્સને બાકી રકમ મામલે રિયાદ એરપોર્ટ ઓથોરિટીનું અલ્ટીમેટમ

Social Share

નવી દિલ્હીઃ આર્થિક રીતે કંગાલ થઈ ગયેલા પાકિસ્તાનની મુશ્કેલીઓ ઓછી થવાને બદલે સતત વધી રહી છે,  હવે પાકિસ્તાન એરલાઈન્સને બાકી રકમ ચુકવા મામલે રિયાદ એરપોર્ટ અથોરિટીથી અંતિમ ચેતવણી મળી હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રિપોર્ટ અનુસાર પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઈન્સ (PIA )ને રિયાદ એરપોર્ટ ઓથોરિટી (RAA)એ એક અલ્ટીમેટમ આપ્યું છે. અથૉરિટી ને પીઆઈએ (PIA ) ને 8.2 મિલિયન રિયાલની બાકી રકમ ચૂકવવા માટે 15 જુલાઈ સુધીનો સમય આપવામાં આવ્યો છે. સમય મર્યાદામાં ચૂકવણી કરવામાં નહીં આવે તો રિયાદ એરપોર્ટ ઓથોરિટી પાકિસ્તાન એરલાઈન્સની ઉડાનને અસર કરી શકે છે.

પીઆઈએના પ્રવક્તાએ રિયાદ એરપોર્ટ અથૉરિટીના રિમાઈન્ડરની પુષ્ટી કરી છે. તેમમે કહ્યું હતું કે, એરલાઈન્સ સમયસર નાણાની ચુકવણી કરીને  સમસ્યાના તાત્કાલિક ઉકેલ માટે કામગીરી કરી રહ્યું છે. અગાઉ પણ મલેશિયાએ પાકિસ્તાનના સરકારી એરલાઈન્સ પીઆઈએના બોઈંગ 777 પ્લેનને જપ્ત કર્યું હતું. ક્વાલા એરપોર્ટ ઉપર લીઝ વિવાદમાં અનેકવાર વિનંતી છતા પાકિસ્તાને નાણાની ચુકવણી નહીં કરતા અંતે વિમાન જપ્ત કરાયું હતું. નાણાની રકમની ચુંકવણી નહીં કરવા મામલે પીઆઈએ હાલ અમેરિકામાં વિલિસ લોજિંગના કેસનો પણ સામનો કરી રહ્યું છે. પાકિસ્તાન ઈન્ટરનેશનલ એરલાઈન્સની કથળતી પરિસ્થિતિને જોઈને વડાપ્રધાન શહબાઝ શરીફએ કહ્યું હતું કે, નાણામંત્રીની અધ્યક્ષતામાં એક ઉચ્ચ સ્તરિય સમિતી પીઆઈએના પુનઃગઠન, સુધાર સહિતના મુદ્દા ઉપર કામ કરશે.