‘દિલ બેચારા’ ફિલ્મમાં સુશાંતસિંહ રાજપુતના બાકી ડબીંગ માટે RJ આદિત્યએ બે દિવસ કરી હતી પ્રેકટીસ
- આરજેએ સુશાંતને અંતિમ ફિલ્મના કેટલીક સીન્સમાં આપ્યો હતો અવાજ
- સુશાંતના અવસાન બાદ ફિલ્મ થઈ હતી રિલીઝ
મુંબઈઃ ફિલ્મ અભિનેતા સુશાંતસિંહ રાજપુતે તા. 14મી જૂન 2020ના રોજ દુનિયાને અલવિદા કર્યું હતું. અભિનેતાના અવસાન બાદ અંતિમ ફિલ્મ દિલ બેચારાને ઓટીટી પ્લેટફોર્મ ઉપર રજૂ કરવામાં આવી હતી. દર્શકોએ ફિલ્મ અને સુશાંતને દિલ ખોલીને પ્રેમ આપ્યો હતો. પરંતુ ફિલ્મના કેટલાક સીનમાં સુશાંતનો અવાજ ન હતો. આ સીન્સનું ડબીંગ અભિનેતાના અવસાન કરવામાં આવ્યું હતું. ફિલ્મ અભિનેતાને અંતિમ ફિલ્મમાં આરજે આદિત્યએ અવાજ આપ્યો હતો. બિલ બેચારાનું કેટલીક ડબીંગ બાકી હતું. તે પહેલા જ સુશાંતસિંહ રાજપુતનું નિધન થતા આરજે આદિત્યની મદદ લેવામાં આવી હતી.
આરજે આદિત્યએ જણાવ્યું હતું કે, સુશાંતના અવસાન બાદ અભિનેતાના બાકી ડબીંગ માટે દિલ બેચારાની ટીમ વોઈસ આર્ટિસ્ટની શોધ કરતી હતી. આ માટે ઓડિશન પણ લેવામાં આવ્યું હતું. જો કે, કોઈ મેળ પડ્યો ન હતો. દરમિયાન મુકેશ છાબડાની ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તેમજ સુશાંતની મિમિક્રી કરવા કહ્યું હતું. સુશાંતના અવાજની કોપી કરતા મને ઘણો સમય લાગ્યો હતો. કોઈ દિવસ મે તેમના અવાજની કોપી કરવાનો પ્રયાસ કર્યો ન હતો. જ્યારે મે મારી ઓડિશન ટેપ એમને મોકલી તો છાબડાની ઓફિસમાંથી ફોન આવ્યો હતો. તેમજ મુકેશ છાબડા સાથે વાત કરવા કહેવામાં આવ્યું હતું. સુશાંતના અવાજની કોપી કરવા માટે બે દિવસનો સમય લીધો હતો. જેથી અભિનયમાં ઈમોશન્સ દેખાડી શકું.