Site icon Revoi.in

આરક્ષણ મામલે બિહાર સરકારની અરજી સાથે RJDની અરજીની સુપ્રીમકોર્ટમાં થશે સુનાવણી

Social Share

નવી દિલ્હીઃ બિહારમાં અનામતમાં વધારો કરવાના નિર્ણયને પટના હાઈકોર્ટે રદ કર્યો હતો, જેની સામે રાજદએ સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી. આરજેડીએ પટના હાઈકોર્ટના આદેશ ઉપર સ્ટેની માંગણી કરવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટે આરજેડીની અરજી ઉપર નોટિસ જાહેર કરી છે. દરમિયાન રાજદની અરજીની બિહાર સરકાર દ્વારા અગાઉ દાખલ કરવામાં આવેલી અરજી સાથે જોડી દેવામાં આવી છે.

બિહારમાં જાતીય ગણના બાદ આરક્ષણની મર્યાદા વધારવામાં આવી હતી. એસસી, એસટી, ઓબીસી, ઈબીસી માટે આરક્ષણ 50 ટકાથી વધારે 65 ટકા કરવામાં આવી હતી. બિહાર સરકારના આ નિર્ણય ઉપર હાઈકોર્ટે સ્ટે આપ્યો હતો. હાઈકોર્ટના આદેશ બાદ બિહાર સરકાર અને રાજદએ તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો. રાજદની અરજીને સુપ્રીમ કોર્ટે બિહાર સરકારની અરજી સાથે જોડી દીધી છે. આગામી દિવસોમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવશે. રાજદની અરજી ઉપર સુપ્રીમ કોર્ટ દ્વારા નોટિસ પણ જારી કરવામાં આવી છે.