રાજકોટમાં 200 કરોડના બાકી પ્રોપર્ટી ટેક્સ માટે RMCની ઝૂંબેશ, 53 મિલક્તોને સીલ મરાયાં
રાજકોટઃ શહેરમાં અનેક પ્રોપર્ટીધારકો મિલકતોનો મ્યુનિનો વેરો ભરતા નથી. ત્યારે રાજકોટ મ્યુનિ.કોર્પોરેશન દ્વારા બાકી રહેલા રૂ. 200 કરોડના વેરાની વસુલાત માટે કડક ચેકિંગ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. દરમિયાન છેલ્લા સપ્તાહમાં જ વધુ 53 મિલકત સીલ કરવામાં આવી છે. તેમજ 4890 મિલકત ધારકોને નોટિસ અને બીલની બજવણી કરવાની સાથે સ્થળ પર રૂ. 2.21 કરોડનાં બાકી વેરાની વસુલાત કરવામાં આવતા બાકીદારોમાં ફફડાટ ફેલાયો છે.
સૂત્રોના જણાવ્યા મુજબ રાજકોટ મ્યુનિ.કોર્પોરેશનના વેરા વિભાગ દ્વારા ફરીવાર વેરા વસુલાતની ઝૂંબેશ આદરવામાં આવી છે. ઝૂંબેશ દરમિયાન 2.21 કરોડનો વેરો સ્થળ પર જ વસુલવામાં આવ્યો હતો. હોટલો, માર્કેટ યાર્ડની દુકાનો, વગેરેનો સમાવેશ થાય છે. શહેરના 150 ફુટ રોડ પર આવેલા 18-યુનિટને નોટીસ આપી રીકવરી રૂ.2.55 લાખ, સંત કબીર રોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.32,995, ભાવનગર રોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.20,000, 150 ફુટ રીંગરોડ પર 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.70,170, યાજ્ઞિક રોડ 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.10,500, જ્યારે રજપુતપરામાં 7-યુનિટની નોટીસ સામે રૂ.9.18 લાખ, ઉપરાંત 4-યુનિટની નોટીસ સામે રૂ.4.41 લાખની રિકવરી કરવામાં આવી હતી. વેપારીઓએ પોતાના ધંધાના સ્થળને સીલ લાગે તે પહેલા જ બાકી ટેક્સ ભરી દીધો હતો.
સૂત્રોએ વધુમાં જણાવ્યું હતું કે, શહેરના નાના મોવા મેઇન રોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.98,943, રૈયા રોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.45,000, 150 ફુટ રીંગ રોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.80,717, હાઇ સ્ટ્રીટ બિલ્ડીંગમાં આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.32,020, 150 ફુટ રીંગરોડ પર આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.29,850, ગૌતમ નગરમાં આવેલા 1-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.23,170, કાલાવાડ રોડ પર આવેલા 4-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.90 લાખ, તેમજ નાના મોવા રોડ પર આવેલા 2-યુનિટની નોટીસ સામે રીકવરી રૂ.1.98 લાખ સહિત કુલ રૂ. 2.21 કરોડની વસુલાત કરવામાં આવી હતી.