રાજકોટમાં મેટ્રો ટ્રેન અને એલિવેટેડ બસ સેવા માટે કરવામાં આવશે સર્વે
અમદાવાદઃ સૌરાષ્ટ્રની આર્થિક રાજધાની ગણાતા રાજકોટમાં મેટ્રો ટ્રેન અને એલિવેટેડ બસ સેવા શરૂ કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જે માટે ટુંક સમયમાં સર્વેની કામગીરી શરૂ કરવાનું આયોજન કરાશે.
રાજકોટ મનપાના કમિશનરના જણાવ્યા અનુસાર રાજકોટ શહેરમાં મેટ્રો ટ્રેન સેવા શરૂ કરવાનો સર્વે કરવા માટે ચાલુ નાણાકીય વર્ષના બજેટમાં જોગવાઈ કરવામાં આવી છે આથી હવે આ દિશામાં કાર્યવાહી આગ કરવામાં આવશે. આ ઉપરાંત શહેરના રાજમાર્ગો પર એલિવેટેડ બસ સેવા શરૂ કરવા પણ વિચારણા ચાલી રહી છે અને તે માટે સર્વે પણ કરાવવામાં આવશે. સર્વેના અંતે જે રિપોર્ટ અપાશે તેના પર પ્રોજેકટનું ભવિષ્ય નિર્ધિરિત રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ શહેરમાં હાલ મનપાની બસ સેવાની સાથે બીઆરટીએસ સેવા કાર્યરત છે. તેમજ આગામી દિવસોમાં 150 જેટલી ઈ બસોનું પણ આગમન થશે.