અમદાવાદઃ રાજ્યમાં છેલ્લા કેટલાક મહિનાઓમાં માર્ગ અકસ્માતના બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. બીજી તરફ કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા માર્ગ અકસ્માતના બનાવો ઘટાડવાની દિશામાં કામગીરી કરી રહી છે. દરમિયાન આજે ભરૂચમાં બે મોટરકાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જોય હતો. આ દૂર્ઘટનામાં ચાર વ્યક્તિઓના મૃત્યુ થયું હતું. અકસ્માત એટલો ગંભીર હતો કે, કારના ફુકચેફુરચા ઉડી ગયા હતા. આ ગમખ્વાર માર્ગ અકસ્માતમાં ચાર મહિલા સહિત ચાર વ્યક્તિઓના કરુણ મોત થયા હતા.
પ્રાપ્ત માહિતી અનુસાર ભરૂચના હાંસોટના અલવા ગામ પાસેથી એક કાર પસાર થઈ રહી હતી. દરમિયાન સામેથી આવતી અન્ય મોટરકાર સાથે કાર ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માતને પગલે બંને કારમાં સવાર લોકોની મરણચીસોથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ અકસ્માત એટલો ગમખ્વાર હતો કે, કારના ફુરચેફુરચા ઉડી ગયા હતા. આ બનાવને પગલે આસપાસના લોકો એકત્ર થઈ હતા. આ બનાવમાં 3 મહિલા સહિત ચાર વ્યક્તિઓના મોત થયા હતા. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહનો પીએમ અર્થે તાત્કાલિક હોસ્પિટલ મોકલી આપવામાં આવ્યાં હતા. આ દૂર્ઘટનામાં એક બાળકીનો ચમત્કારિક બચાવ થયો હતો. તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવાઈ હતી. પોલીસે અકસ્માતમાં મૃત્યુ પામેલા ચારેય વ્યક્તિઓની ઓળખ મેળવવાની કવાયત શરૂ કરી હતી. માર્ગ અકસ્માતમાં એક સાથે ચાર વ્યક્તિઓના મોત થયા સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું. આ ઘટના અંગે પોલીસે ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરી હતી.