Site icon Revoi.in

આરામાં માર્ગ અકસ્માતની ઘટના, એક જ પરિવારના પાંચ સભ્યોના મોત

Social Share

પટનાઃ આરામાં એનએચ 922 ઉપરથી પૂરઝડપે પસાર થતી કારના ચાલકે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવ્યો હતો. આ દૂર્ઘટનામાં ઘટના સ્થળે જ એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયાં હતા. જ્યારે બે વ્યક્તિઓને ઈજા થતા તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.

પ્રાપ્ત માહિતી અનુસાર આરામાં ભયાનક માર્ગ અકસ્માતમાં એક જ પરિવારના પાંચ સભ્યોના મોત થયા છે. ત્રણ લોકોની હાલત ગંભીર છે. મૃત્યુ પામેલા તમામ લોકો એક જ પરિવારના હતા. તમામ લોકો એક્સયુવી વાહનમાં ઉત્તર પ્રદેશના વિંધ્યાચલની મુલાકાત લીધા બાદ પોતાના ઘરે પરત ફરી રહ્યા હતા. ગજરાજગંજ પોલીસ સ્ટેશનના બીબીગંજ પાસે NH-922 પર કારના ડ્રાઈવરે પોતાનું સંતુલન ગુમાવ્યું હતું. અચાનક વાહન રોડ ડિવાઈડર સાથે અથડાયું હતું. અકસ્માત એટલો ભયાનક હતો કે માતા-પિતા, પુત્ર-પુત્રી અને માસૂમ બાળક (પૌત્ર)નું ઘટનાસ્થળે જ મોત થયું હતું. પુત્રવધૂ અને ઘરની એક બાળકીનો ચમાત્કારીક બચાવ થયો હતો. મૃતકોમાં 55 વર્ષીય ભૂપનારાયણ પાઠક, તેમની પત્ની રેણુ દેવી, પુત્ર વિપુલ પાઠક, પુત્રી અર્પિતા પાઠક અને પૌત્ર સમર્થ પાઠકનો સમાવેશ થાય છે. ઘાયલોમાં પુત્રવધૂ મધુ પાઠક, પૌત્રી સમૃદ્ધિ અને ભત્રીજી ખુશી પાઠકનો સમાવેશ થાય છે, જે તમામની સદર હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. આ બનાવની જાણ થતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. તેમજ મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ મોકલી આપ્યાં હતા. તેમજ સમગ્ર ઘટનાને લઈને પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

#AaraAccident #RoadSafety #TragicLoss #FamilyTragedy #AccidentAlert #Condolences