નવી દિલ્હીઃ માર્ગ અકસ્માતનો ભોગ બનેલા લોકોને કેશલેસ સારવાર આપવાના એક પાયલોટ પ્રોજેક્ટ માટે કેન્દ્ર સરકાર તૈયાર છે. ચંદીગઢમાં આ પ્રોજોક્ટને શરૂ કરવા કેન્દ્ર સકરકાર તૈયાર છે. જો પ્રોજેક્ટ સફળ થશે તો કેશલેસ સારવારની સુવિધા દેશભરમાં વિસ્તારવામાં આવી શકે છે. આ પ્રોજેક્ટનો ઉદ્દેશ્ય પીડિતોની સમયસર સંભાળ સુનિશ્ચિત કરીને કરવાનો છે.
ખાસ કરીને પ્રથમ કલાકમાં તેની ખાતરી કરીને માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુને રોકવાનો છે. આયુષ્માન ભારત PM-JAY અને નેશનલ હેલ્થ ઓથોરિટી (NHA) પાયલોટ પ્રોગ્રામ માટે અમલીકરણ એજન્સી હશે.
આ સુવિધા તમામ રોડ કેટેગરીમાં મોટર વાહનોના ઉપયોગથી થતા માર્ગ અકસ્માતો માટે છે. પીડિત મહત્તમ રૂ. 15 લાખ સુધીની કેશલેસ સારવાર મેળવી શકે છે. અકસ્માતના દિવસથી મહત્તમ 7 દિવસના સમયગાળા માટે પ્રતિ અકસ્માત 1.5 લાખથી વધુમાં, પીડિત આયુષ્માન ભારત PM-JAY પેકેજો હેઠળ ટ્રોમા અને પોલિટ્રોમા સારવાર લઈ શકે છે.
(Photo-File)