અમદાવાદઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા. 22મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. દિલ્હીથી ખાસ વિમાનમાં વડાપ્રધાન 10.40 કલોકે અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આવી પહોંચશે. જ્યાંથી સીધા મોટેરા વિસ્તારમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારા સહકાર સંમેલનમાં હાજરી આપશે. વડાપ્રધાન મોદીના આગમનને લીધે પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડીને જનપથ-ટીથી મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેઈટ સુધીનો રસ્તો આજે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી બંધ રહેશે. વાહનચાલકો અને રાહદારીઓ તપોવન સર્કલથી ONGC 4 રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ 4 રસ્તા થઈ પ્રબોઘરાવળ સર્કલ સુધીના માર્ગ પર અવરજવર કરી શકાશે
વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે તા. 22મી ફેબ્રુઆરીના રોજ ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. વડાપ્રધાન મોદી દિલ્હીથી અમદાવાદના સરદાર પટેલ એરપોર્ટ પર આજે સવારે 10.40 કલાકે આવી પહોંચશે. મુખ્યમંત્રી, રાજ્યપાલ વગેરે દ્વારા વડાપ્રધાનનું સ્વાગત કરાશે. વડાપ્રધાન એરપોર્ટથી સીધા મોટેરા સ્ટેડિયમ હંકારી જશે. મોદી સ્ટેડિયમમાં યોજાનારા સહકાર સંમેલનમાં હાજરી આપશે. વડાપ્રધાનના આગમનને લીધે અમદાવાદ શહેર પોલીસે જાહેરનામું બહાર પાડ્યું છે. સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધીનો રસ્તો બંધ રહેશે. જ્યારે તપોવન સર્કલથી ONGC 4 રસ્તાથી વિસત ટીથી જનપથ ટી થઈ પાવર હાઉસ 4 રસ્તા થઈ પ્રબોઘરાવળ સર્કલ સુધીના માર્ગ પર અવરજવર કરી શકાશે આ ઉપરાંત કૃપા રેસીડેન્સી ટી થઈ શરણ સ્ટેટસ ચાર રસ્તા થઈ ભાટ કોટેશ્વર રોડ થઈ એપોલો સર્કલ તરફ અવરજવર કરી શકાશે
સૂત્રોના જણાવ્યા મુજબ આજે 22મીને ગુરૂવારે સવારે 6 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી નરેન્દ્ર મોદી સ્ટેડિયમ જવાનો રસ્તો બંધ રહેશે. જનપથ ટીથી લઈને મોટેરા સ્ટેડિયમના મુખ્ય ગેટ સુધી રસ્તો બંધ રાખવામાં આવશે. વડાપ્રધાન મોટેરા સ્ટેડિયમમાં યોજાનારા સહકાર સંમેલનમાં હાજરી આપશે. બપોરે 12 વાગ્યે હેલિકોપ્ટર દ્વારા મહેસાણા જવા રવાના થશે. 12.45 કલાકે તરભ મંદિરમાં દર્શન કરશે. ગુજરાત પ્રવાસ દરમિયાન પીએમ મોદી 1130 કરોડના 14 વિકાસના કામોનું લોકાર્પણ કરશે. સાથે જ 2112 કરોડના 35 કામોનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરશે. વડાપ્રધાન મોદી મહેસાણાથી અમદાવાદ પરત ફરીને નવસારી જશે. ત્યારબાદ કાકરાપાર જઈ શકે છે. કાકરાપાર ખાતે બનેલા 700-700 મેગાવોટના બે પ્લાન્ટ દેશને સમર્પિત કરશે