દેશમાં રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર ભારતની આત્માઃ નીતિન ગડકરી
- દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો નેટવર્કને વિસ્તારવામાં આવશે
- 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના 2 લાખ કિ.મીનો વિકાસ કરાશે
નવી દિલ્હીઃ દેશમાં છેલ્લા કેટલાક વર્ષોથી રોડ-હાઈવેનું નેટવર્ક ઉભુ કરવામાં આવી રહ્યું છે. દેશમાં છેલ્લા કેટલાક દિવસથી અનેક વિશાળ હાઈવેનું નિર્માણ કરવામાં આવી રહ્યું છે. જેથી પરિવહનની સાથે માલસામાનની હેરાફેરી ઝડપી બની છે. રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચરને આત્મનિર્ભર ભારતની આત્મ હોવાનું કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું હતું.
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ન્યુ ઈન્ડિયાની મહત્વાકાંક્ષાઓને પરિપૂર્ણ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકો અમે નિર્માણ કરવાના ઉદ્દેશ્ય સાથે 2022-23માં 18,000 કિમી NHs પ્રતિ દિવસ 50kmની રેકોર્ડ ઝડપે સમગ્ર દેશમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગો (NHs) નેટવર્કને વિસ્તારવા માટે પ્રતિબદ્ધ છીએ.
એક ટ્વીટમાં તેમણે જણાવ્યું હતું કે, 2025 સુધીમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ નેટવર્કના 2 લાખ કિલોમીટરનો વિકાસ કરવાનો એકંદર લક્ષ્યાંક છે. મંત્રીએ સમયબદ્ધ અને લક્ષ્ય ઓરિએન્ટેડ વેમાં વર્લ્ડ ક્લાસ રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવા પર ભાર મૂક્યો હતો કારણ કે રોડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર આત્મનિર્ભર ભારતનું ‘આત્મા’ છે.