Site icon Revoi.in

અમદાવાદના રિવરફ્રન્ટ પર આંબેડકર બ્રીજ સુધીનો રોડ વાહનો માટે ચાર દિવસ સાંજે 5થી7 બંધ રહેશે

Social Share

અમદાવાદઃ બીએસએફના જવાનો દ્વારા 25 ઓગસ્ટે સાંજે રિવરફ્રન્ટ ખાતે બાઈક રોડ શો યોજવામાં આવશે. જેનું રિહર્સલ 22, 23 અને 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા થી સાંજે 7 વાગ્યા સુધી કરવામાં આવશે. આથી આજે તા.22મીથી તા 24મી દરમિયાન સાંજના 5થી 7 સુધી તેમજ તા. 25મીએ સાંજના 4થી સાંજના 7વાગ્યા સુધી સાબરમતી રિવરફ્રન્ટના પશ્વિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર બ્રીજ સુઘીનો રિવરફ્રન્ટનો રોડ વાહનો માટે બંધ રહેશે.

શહેરના રિવર ફ્રન્ટ પર બીએસએફના જવાનો દ્વારા તા. 25મી ઓગસ્ટે બાઈક શો યોજવામાં આવશે. બાઈક શો પહેલા બીએસએફના જવાનો ત્રણ દિવસ રિહર્સલ કરશે જેના લીધે  તા.22,23 અને 24 ઓગસ્ટે સાંજે 5 વાગ્યા થી 7 વાગ્યા સુધી તેમજ 25 ઓગસ્ટે સાંજે 4 વાગ્યા થી 7 વાગ્યા સુધી રિવરફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી આંબેડકર બ્રિજ નીચે રિવરફ્રન્ટ રોડ તમામ વાહનચાલકો માટે બંધ રહેશે. તેની જગ્યાએ વાહનચાલકો રિવર ફ્રન્ટ પશ્ચિમ પોલીસ સ્ટેશનથી એનઆઈડી સર્કલથી પાલડી ચાર રસ્તાથી ડાબી બાજુ વળીને મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇને અંજલી ચાર રસ્તા તરફ અવર જવર કરી શકશે. તેમજ અંજલી ચાર રસ્તાથી મહાલક્ષ્મી પાંચ રસ્તા થઇ આશ્રમ રોડનો ઉપયોગ કરી શકશે. અત્રે ઉલ્લેખનીય છે કે, 17 ઓગસ્ટે પણ રિવરફ્રન્ટ ખાતે સ્વર્ણિમ વિજય મશાલના સ્વાગત માટે યોજાયેલા કાર્યક્રમ સમયે પણ રિવરફ્રન્ટ રોડ અને જમાલપુર બ્રિજ વાહનચાલકો માટે બંધ કરાતા આશ્રમ રોડ પર 2 કલાકથી વધુ સમય સુધી ટ્રાફિકજામ સર્જાયો હતો.