1. Home
  2. ગુજરાતી
  3. ગુજરાત
  4. અમદાવાદના બાપુનગરમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં રસ્તા RCCના બનાવાશે
અમદાવાદના બાપુનગરમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં રસ્તા RCCના બનાવાશે

અમદાવાદના બાપુનગરમાં હાઉસિંગ બોર્ડની વસાહતમાં રસ્તા RCCના બનાવાશે

0
Social Share

અમદાવાદઃ શહેરના પૂર્વ વિસ્તારના વિકાસ પર ધ્યાન આપવામાં આવી રહ્યું છે. પૂર્વના લોકોની એવી ફરિયાદો ઉઠી હતી કે વિકાસ કામો માટે શહેરના પશ્વિમ વિસ્તારોને ધ્યાનમાં લેવામાં આવે છે. એટલે હવે પૂર્વ વિસ્તારમાં રોડ-રસ્તા, ડ્રેનેજ, બાગ-બગીચાઓ, બનાવવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે બાપુનગર અને ઈન્ડિયા કોલોની વોર્ડમાં આવેલા હાઉસીંગ બોર્ડના મકાનોની અંદરના આંતરિક રસ્તાઓ તોડીને આર.સી.સી.રસ્તા બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ઉપરાંત ચાલીઓમાં આવેલી વર્ષો જુની ડ્રેનેજ લાઈન અપગ્રેડ કરવા ઉપરાંત સુપર સકર મશીનથી લાઈન ડીસીલ્ટીંગ કરવામાં આવશે.આ કામગીરી પુરી થયા બાદ બંને વોર્ડમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના આવાસોના આંતરીક રસ્તાઓની સ્થિતિ સુધરવામાં આવશે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ, શહેરના  ઉત્તર ઝોનમાં આવેલા બાપુનગર વોર્ડમાં ગુજરાત હાઉસીંગ બોર્ડના આવેલા બ્લોક નંબર-608 અને આસપાસમાં આવેલા બ્લોકના રસ્તાઓ ઉપરાંત ભકિતનગર મેઈન રોડ, નીલમ પાર્ક રોડ, બંધુ કવાટર્સ રોડ સહિતના ગુજરાત હાઉસીંગ બોર્ડના આંતરીક રસ્તાઓના ડામરના રસ્તાઓ તોડીને આર.સી.સી. રસ્તા બનાવવા ઉપરાંત પેવર બ્લોક લગાવવા માટે ચાલીસ લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવશે. આ ઉપરાંત બ્લોક નંબર-521 તેમજ બ્લોક નંબર-592થી 599 આસપાસ આવેલા બ્લોકના રસ્તાઓ ઉપરાંત કલ્યાણ કેન્દ્ર વાળો રોડ આર.સી.સી. બનાવવા તેમજ પેવર બ્લોક લગાવવા પંચાવન લાખ જેટલી રકમનો ખર્ચ કરવામાં આવશે.સત્યમ ફલેટ, આનંદ ફલેટ, શિવમ ફલેટ, જમના નગર, ઈન્દિરા ગરીબ નગર, તેમજ આવેલી અન્ય ચાલીઓમાં ડ્રેનેજ લાઈનનું અપગ્રેડેશન કરવા તેમજ ડીસીલ્ટીંગ કરવા 25,29 481ના ખર્ચથી વર્ક ઓર્ડર આપવામાં આવશે.

સૂત્રોએ ઉમેર્યું હતું કે, શહેરના બાપુનગરના ઈન્ડિયા કોલોની વોર્ડમાં તથા બાપુનગર,સરસપુર-રખિયાલ  સહિતના અન્ય તમામ વોર્ડમાં ઈન્ટરનલ ડ્રેનેજ લાઈન,સ્ટ્રોમ વોટર ડ્રેનેજ લાઈન સી.સી.ટી.વી.કેમેરા અને સુપર સકર મશીનથી ડીસીલ્ટીંગ કરવા 96,48,960  જેટલી રકમનો ખર્ચ કરવામાં આવશે.સરદાર નગર વોર્ડમાં સમાવવામાં આવેલા નાના ચિલોડા વિસ્તારમાં ઔડા દ્વારા નાંખવામાં આવેલા જુના નેટવર્કની ડ્રેનેજ લાઈનોનું ડીસીલ્ટીંગ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશનની મળેલી સ્ટેન્ડીંગ કમિટીની બેઠકમાં દક્ષિણ ઝોનમાં આવેલા વટવા વોર્ડના જુદા-જુદા વિસ્તારમાં આવેલી ડ્રેનેજ તેમજ સ્ટ્રોમ વોટર લાઈનના 105 લાખના ખર્ચે ડીસીલ્ટીંગ કરાવવા અંગે મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત મંજુર કરવામાં આવી હતી. ( file photo)

 

 

LEAVE YOUR COMMENT

Your email address will not be published. Required fields are marked *

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code