- રોબર્ટ પેટીનસનની ફિલ્મ ‘ધ બેટમેન’ નું ટ્રેલર રિલીઝ
- વોર્નર બ્રધર્સની યુટ્યુબ ચેનલ પર ટ્રેલર થયું રિલીઝ
- 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં થશે રિલીઝ
મુંબઈ:હોલિવુડની સૌથી લોકપ્રિય સુપરહીરો ફિલ્મ સિરીઝ બેટમેનનું નવું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે.આ વખતેના ટ્રેલરમાં ફિલ્મની વાર્તાની ઝલક મળી રહી છે. આ સાથે ફિલ્મમાં દેખાતા નવા બેટમેન રોબર્ટ પેટીનસનનું પાત્ર પણ વધુ સારી રીતે દર્શાવવામાં આવ્યું છે. બેટમેન એક એવી સિરીઝ છે જે તમામ સુપરહીરો સિરીઝથી અલગ અને ખાસ રહી છે. તેના જૂના ભાગોને ઘણા પુરસ્કારો મળ્યા છે અને તે હજુ પણ શ્રેષ્ઠ સુપરહીરો ફિલ્મ સિરીઝ તરીકે ગણવામાં આવે છે.
રોબર્ટ પેટીનસન સ્ટારર ફિલ્મ ‘ધ બેટમેન’નું ટ્રેલર વોર્નર બ્રધર્સની યુટ્યુબ ચેનલ પર રિલીઝ કરવામાં આવ્યું છે.આ ટ્રેલરમાં બતાવવામાં આવ્યું છે કે,બેટમેન ફરીથી તેના શહેર ગોથમને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે, પરંતુ આ વખતે બ્રુસ વેનની ફિલોસોફી થોડી બદલાઈ ગઈ છે. આ વખતે બેટની સાથે એક કેટ પણ છે, બંનેના રસ્તા અલગ છે પરંતુ લક્ષ્ય એક જ છે. આ વખતે વિલન એવો છે કે જે સામે નથી આવી રહ્યો. બ્રુસ વેનના પડકારો પહેલા કરતા વધારે છે. ફિલ્મનો સેટ આ સિરીઝની જૂની ફિલ્મો જેવો જ છે.
આ ‘ધ બેટમેન’ ફરી એક વખત પ્રતિષ્ઠિત પાત્ર બેટમેનના વાપસી તરીકે જોવામાં આવી રહ્યું છે.આ પાત્ર પહેલા ક્રિસ્તિયાન બેલે ભજવ્યું હતું પરંતુ હવે આ પાત્ર માટે રોબર્ટ પેટીસનની પસંદગી કરવામાં આવી છે. આ પાત્રમાં તે પરફેક્ટ દેખાય છે. મેટ રીવ્સ ફિલ્મનું નિર્દેશન કરી રહ્યા છે. રોબર્ટ પેટીનસન ઉપરાંત આ ફિલ્મમાં જેફરી રાઈટ, જોન ટુરટુરો, પોલ ડાનો અને પીટર સરસાગર્ડ પણ મહત્વની ભૂમિકામાં છે. બેટમેન 4 માર્ચ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. ભારતમાં પણ તે જ તારીખે રિલીઝ થશે.