- રોબિન ઉથ્થપ્પાએ શોએબ અખ્તરને લઈને કર્યો ખુલાસો
- બોલિંગ વખતે અખ્તરે આપી હતી ચેતવણી
- શોએબ અખ્તર વિશ્વનો ફાસ્ટ બોલર હતો
ક્રિકેટની દુનિયા જેટલી સારી દેખાય છે એટલી અઘરી પણ હોય છે. આ વાત જાણીને તમામ લોકોને લાગશે કે આવુ કેવી રીતે.. પણ વિચારો કે 150 કીમી ગતિએ આવતા બોલને 22 પગલા કાપતા કેટલો સમય લાગે. બોલ આંખના પલકારામાં તો નજીક આવીને સ્ટમ્પમાં પણ જતો રહે. આવા સમયમાં જો વાત આવે વિશ્વના ફાસ્ટ બોલર શોએબ અખ્તરની તો, તેને વિશ્વના મહાન બેટ્સમેનો પણ મહાન બોલર કરી ચુક્યા છે.
શોએબ અખ્તરના દરેક બેટ્સમેન સાથે કોઈને કોઈ કિસ્સા હશે પરંતુ આ વખતે રોબિન ઉથ્થપ્પાએ કિસ્સાને શેર કરતા કહી ગજબ વાત. રાવલપિંડી એક્સપ્રેસથી ઓળખાતા પાકિસ્તાનના ઝડપી બોલર શોએબ અખ્તરને વિશ્વના ખતરનાક બોલરોમાં ગણના કરવામાં આવતી હતી. તે બોલની ઝડપ અને બાઉન્સર વડે બેટ્સમેનો પર પોતોના ખૌફ ચલાવતો હતો. તેણે વિશ્વભરના બેટ્સમેનોને પોતાની બોલીંગ વડે મુશ્કેલીમાં રાખ્યા હતા.
ટીમ ઇન્ડીયાના પૂર્વ ખેલાડી રોબિન ઉથપ્પાને શોએબ અખ્તરે ચેતવણી આપી હતી, તેને લઇને એક કહાની ફેન્સ સામે રજૂ કરી છે.
ઉથપ્પાએ સોશિયલ મીડિયા વિડીયો દ્વારા વાત કરતા કહ્યુ હતું કે, ગુવાહાટીમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે એક મેચ રમાઇ રહી હતી. ગુવાહાટી એ ભારતના પૂર્વીય ક્ષેત્રમાં આવેલો વિસ્તાર છે. જ્યાં દેશના અન્ય ભાગના પ્રમાણમાં અંધારુ વહેલુ થઇ જતુ હોય છે. તે વખતે અમને વન ડેમાં બે નવા બોલ મળતા હતા. 34 ઓવર બાદ ટીમને બીજો નવો બોલ મળતો હતો. જે બોલ 24 ઓવર જૂનો રહેતો હતો.
જે મેચમાં શોએબ અખ્તર બોલીંગ કરી રહ્યો હતો. હું અને ઇરફાન પઠાણ બેંટીગ કરી રહ્યા હતા. અમારે જીત માટે 25 બોલમાં 12 રનની જરુર હતી. મને યાદ છે કે, જ્યારે બેટીંગ કરી રહ્યો હતો, ત્યારે શોએબ એ મને એક યોર્કર બોલ ફેંક્યો હતો. જોકે તે બોલને રમવાથી ચુકી ગયો પરંતુ, તેને રોકી લેવામાં સફળ રહ્યો હતો. તે બોલની ઝડપ 154 રનની આસપાસની હતી.
ત્યારબાદ આગળના બોલે મે ચોગ્ગો લગાવ્ય હતો. આગળ જતા જીત માટે 3-4 રનની જરુર હતી. આ દરમ્યાન મે ખુદની સાથે વાત કરી કે, શોએબના બોલને તેની નજીક જઇને ફટકારવાનો છે. આવા મોકા કેટલી વાર મળશે. ત્યારબાદ તેણે એક લેન્થ બોલ ફેંક્યો અને મે તેની પર ચોગ્ગો લગાવ્યો હતો. ભારતે તે મેચ જીતી લીધી હતી.
આગળની મેચ ગ્વાલીયરમાં હતી મને યાદ છે કે, અમે ડિનર કરી કોઇના રુમમાં ગયા હતા, જ્યાં શોએબ અખ્તર પણ હાજર હતો. તે મારી પાસે આવ્યો અને મને કહ્યુ કે, રોબીન તે સારી બેટીંગ કરી અને તે મારા બોલને ધોઇ નાંખ્યા. પરંતુ જો આગળની વાર તે આમ કર્યું તો, ખબર નહી શું થશે. જો તુ ફુટ સ્ટેપનો ઉપયોગ કરીશ તો હું બોલ સીધો તારા માથા પર ફેંકી શકુ છું. ત્યારબાદ મે તેની સામે પોતાના ફુટ સ્ટેપનો ઉપયોગ નહોતો કર્યો.