અમદાવાદની થલતેજ વિસ્તારની મ્યુનિ.શાળામાં પ્રવેશ માટે લાંબી લાઈનો

હવે ખાનગી સ્કૂલોમાં બાળકોને પ્રવેશ અપાવવાનો વાલીઓનો મોહ ઘટતો જાય છે મ્યુનિ, સ્કૂલો સ્માર્ટ બનતા વાલીઓ આકર્ષાયા ખાનગી સ્કૂલોની તોતિંગ ફી પણ વાલીઓને પરવડતી નથી અમદાવાદ: શહેરમાં હવે ખાનગી શાળાઓમાંથી મ્યુનિની શાળાઓમાં વાલીઓ પોતાના બાળકોને પ્રવેશ અપાવી રહ્યા છે. મ્યુનિના શાળાઓમાં માળખાકીય સુવિધાઓમાં વધારો કરીને સમયની માગ મુજબ કોમ્પ્યુટર લેબ સહિત ઉપકરણો વસાવીને સ્માર્ટ સ્કૂલો […]

પહેલગામમાં થયેલા આતંકી હુમલાને પગલે PM મોદીએ અમિત શાહને ફોન કરીને પગલા લેવા સૂચન કર્યું

અમિત શાહે ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરી જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રીએ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું નવી દિલ્હીઃ જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા ભયાનક હુમલામાં બે પ્રવાસીઓના મોત થયાનું જાણવા મળે છે. જ્યારે 12 વ્યક્તિ ઘાયલ થયાનું ચર્ચાય રહ્યું છે. દરમિયાન પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા અંગે પ્રધાનમંત્રી મોદીએ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે ફોન પર વાત કરી […]

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ઘટતાં હવે ગુજરાતભરમાં ગરમી ભૂક્કા કાઢશે

26મી એપ્રિલ બાદ તાપમાનનો પારો 45 ડિગ્રી વટાવી જવાની શક્યતા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ધટી જતાં અને પવનની દિશા બદલાતા ગરમીનું જોર વધશે, અસહ્ય ગરમી સાથે વંટોળ પણ ફુંકાશે અમદાવાદઃ ગુજરાતમાં એપ્રિલના પ્રારંભથી તાપમાનમાં વધારો થયો હતો. અને તાપમાનનો પારો 42થી 43 ડિગ્રીએ પહોંચી ગયા હતો. ત્યારબાદ સમયાંતરે વાતાવરણમાં બેવાર પલટો આવ્યો હતો તેના લીધે તાપમાનમાં […]

ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે: નરેન્દ્ર મોદી

નવી દિલ્હીઃ હું સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ અને પ્રધાનમંત્રી હિઝ રોયલ હાઇનેસ પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનના આમંત્રણ પર બે દિવસની રાજકીય મુલાકતે જઈ રહ્યો છું. ભારત સાઉદી અરેબિયા સાથેના તેના લાંબા ગાળાના અને ઐતિહાસિક સંબંધોને ખૂબ મહત્વ આપે છે, જેણે તાજેતરના વર્ષોમાં વ્યૂહાત્મક ઊંડાણ અને ગતિ મેળવી છે. સાથે મળીને, અમે સંરક્ષણ, વેપાર, રોકાણ, ઊર્જા […]

IPL : ગુજરાતે કોલકાતાને 39 રનથી હરાવ્ચું, પોઈન્ટ ટેબલ ઉપર ગુજરાત ટોપ ઉપર

કોલકાતાઃ ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2025ની સોમવારે રમાયેલી મેચમાં ગુજરાત ટાઇટન્સે કોલકાતા નાઈટ રાઈડર્સને 39 રનથી હરાવ્યું હતું. બંને ટીમો વચ્ચેની આ મેચ કોલકાતાના ઐતિહાસિક ઇડન ગાર્ડન્સ ખાતે રમાઈ હતી. આ મેચમાં ટોસ જીત્યા બાદ, KKRના કેપ્ટન અજિંક્ય રહાણેએ પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. પ્રથમ બેટિંગ કરતા ગુજરાતમાંથી ગિલના 90 અને સાઈ સુદર્શનના શાનદાર […]

ગુજરાતમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો પ્રારંભ થયો

ગાંધીનગરઃ કૃષિ મંત્રી રાઘવજી પટેલે આજે ગાંધીનગર ખાતેથી રાજ્યભરમાં ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદીનો વર્ચ્યુઅલ શુભારંભ કરાવ્યો હતો. તેમણે આ વેળાએ જણાવ્યું હતું કે, ટેકાના ભાવે ચણાના વેચાણ માટે રાજ્યના કુલ 3.36 લાખથી વધુ ખેડૂતોએ તેમજ રાયડાના વેચાણ માટે રાજ્યના કુલ 1.18 લાખથી વધુ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી છે. નોંધાયેલા તમામ ખેડૂતો પાસેથી રાજ્ય […]

ભારતમાં પહેલીવાર ખાદી અને ગ્રામોદ્યોગનો વ્યવસાય 1.70 લાખ કરોડ રૂપિયાને પાર

નવી દિલ્હીઃ દેશના ખાદી અને ગ્રામોદ્યોગે નાણાકીય વર્ષ 2024-25માં ઉત્પાદન, વેચાણ અને રોજગાર સર્જનનો નવો રેકોર્ડ બનાવ્યો છે. છેલ્લા 11 વર્ષમાં વેચાણમાં 447 ટકા, ઉત્પાદનમાં 347 ટકા અને રોજગાર સર્જનમાં 49.23 ટકાનો વધારો થયો છે. તે જ સમયે, નાણાકીય વર્ષ 2023-24માં 2013-14 ની સરખામણીમાં વેચાણમાં 399.69% અને ઉત્પાદનમાં 314.79% નો વધારો થયો હતો. KVICના ચેરમેન […]
Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code