Site icon Revoi.in

ટી-20 વિશ્વ કપમાં રોહિત અને વોર્નર વચ્ચે જામશે મુકાબલોઃ દિનેશ કાર્તિક

Social Share

દિલ્હીઃ ટીમ ઈન્ડિયાના વિકેટકીપર-બેસ્ટમેન દિનેશ કાર્તિકનું માનવું છે કે, યુએઈ અને ઓમાનમાં આયોજીત ટી-20 વર્લ્ડ કપ 2021માં સ્ટાર ઓપનર રોહિત શર્મા ભારતનો પસંદગીનો ખેલાડી હશે. કાર્તિકે વેસ્ટઈન્ડિઝના પૂર્વ કેપ્ટન ડેરેન સૈમી અને ઈંગ્લેન્ડની પૂર્વ મહિલા ખેલાડી ઈશા ગૃહા સાથે આ ટી-20 વર્લ્ડ કપ ટૂર્નામેન્ડટનું પુર્વાવલોકન કર્યું હતું.આ દરમિયાન રોહિત શર્માએ વર્ષ 2019 વન-ડે વર્લ્ડ કરમાં જે પ્રદર્શન કર્યું હતુ તેની ચર્ચા થઈ હતી. કાર્તિકનું માનવુ છે કે રોહિતને ટી-20 વર્લ્ડ કપમાં બેસ્ટ બેસ્ટમેન બનવા માટે ડેવિડ વોર્નરથી પડકાર મળશે.

આઈસીસીની વેબસાઈટ ઉપર વેસ્ટ ઈન્ડિઝના પૂર્વ કેપ્ટન સૈમી સાથે વાતચીત કરતા કાર્તિકે કહ્યું હતું કે, આ ટૂર્નામેન્ટમાં સર્વશ્રેષ્ટ બેસ્ટમેન બનવા માટે રોહિત અને વોર્નર વચ્ચે મુકાબલો જામશે. બંને ઈનિગ્સની શરૂઆચ કરે છે અને બંને જોરદાર બેસ્ટમેન છે. બંને રન બનાવવા માટે ભૂખ્યાં છે. રોહિત શર્મા અને વિશ્વ કપ બંને પર્યાઈ છે બંને એકબીજાને પ્રેમ કરે છે. તેમજ એકબીજાની મદદ કરવાના રસ્તા શોધે છે. જો ભારતને સારુ કરવુ હોય તો એક એવા બેસ્ટમેનની જરૂર છે જે શરૂઆતથી જ તોફાની બેટીંગ કરે. રોહિત શર્માએ વર્ષ 2019 વન-ડે વર્લ્ડકરમાં પાંચ સદી મારી હતી. ફરી એકવાર રોહિત ટી-20 માટે તૈયાર છે. જેમાં બારત પોતાના અભિયાનનો પ્રારંભ પાકિસ્તાન સામે કરશે.