નવી દિલ્હીઃ ભારતીય ટીમ ઓસ્ટ્રેલિયામાં ચાલી રહેલા T20 વર્લ્ડ કપની સેમિફાઇનલમાં પહોંચી ગઈ છે. હવે ગુરુવારે નોકઆઉટ મેચમાં ભારતનો સામનો ઈંગ્લેન્ડ સામે થશે. બુધવારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડની ટીમો સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા ભલે જીતી રહી હોય, પરંતુ કેપ્ટન રોહિત શર્માનું ફોર્મ આ ટૂર્નામેન્ટમાં ચિંતાનો વિષય છે. તેણે અત્યાર સુધી પાંચ મેચમાં માત્ર એક જ ફિફ્ટી ફટકારી છે. જોકે, ઝિમ્બાબ્વે સામેની જીતે રોહિતનો રેકોર્ડ પણ બનાવ્યો હતો.
રોહિત એક કેલેન્ડર વર્ષમાં કેપ્ટન તરીકે સૌથી વધુ T20 ઈન્ટરનેશનલ મેચ જીતનાર ખેલાડી બની ગયો છે. રોહિતે આ વર્ષે 28 મેચોમાં ટીમ ઈન્ડિયાની કેપ્ટનશીપ કરી છે અને ટીમે 21માં જીત મેળવી છે. રોહિતની કપ્તાનીમાં ભારતીય ટીમ આ વર્ષે સાત મેચ હારી છે. આ મામલામાં રોહિતે પાકિસ્તાનના કેપ્ટન બાબર આઝમને પાછળ છોડી દીધો છે. બાબરે ગયા વર્ષે એટલે કે 2021માં 29 મેચોમાં પાકિસ્તાનની કેપ્ટનશિપ કરી હતી અને તેમાંથી પાકિસ્તાનની ટીમે 20 મેચ જીતી હતી. પાકિસ્તાન છ મેચ હારી ગયું અને ત્રણ મેચ અનિર્ણિત રહી.
- વર્ષ 2022માં કેપ્ટન તરીકે સૌથી વધારે ટી-20 આંતરરાષ્ટ્રીય મેચ જીતનાર ખેલાડી
કેપ્ટન દેશ મેચ જીત હાર ડ્રો
રોહિત શર્મા ભારત 28 21 7 0
બાબર આઝમ પાકિસ્તાન 24 13 11 0
સંદીપ લામિછાને નેપાળ 18 13 5 0
ક્રેગ ઈરવિન ઝિમ્બાબ્વે 22 12 9 1
રજમલ શિગિવાલ ઓસ્ટ્રીયા 17 12 4 1
- વર્ષ 2022માં કંઈ ટીમ સૌથી વધારે ટી-20 મેચ જીતી
ટીમ મેચ જીત હાર ડ્રો
ભારત 37 27 9 1
ન્યૂઝીલેન્ડ 19 15 4 0
ઈંગ્લેન્ડ 25 13 11 1
નેપાલ 18 13 5 0
પાકિસ્તાન 24 13 11 0
(PHOTO-FILE)