- ટી-20 ક્રિકેટમાં રોહિત શર્માએ બનાવ્યો રેકોર્ડ
- ન્યુઝીલેન્ડ સામે મેચ દરમિયાન બન્યો રેકોર્ડ
- ભારત તરફથી સૌથી વધુ સિક્સ લગાવી
રાંચી: ભારતે ન્યુઝીલેન્ડની ટીમને બીજી ટી-20 મેચમાં હરાવ્યું છે. આ મેચમાં રોહિત શર્માના નામે એક રેકોર્ડ બન્યો છે જેમાં તેઓ ભારત તરફથી ટી-20 મેચમાં સૌથી વધુ સિક્સ લગાવનાર ક્રિકેટર બની ગયો છે. રાંચીના જેએસસીએ ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં રોહિત શર્માએ એક મોટો રેકોર્ડ પોતાના નામે કર્યો છે. ‘હિટમેન’એ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 450 સિક્સર પૂર્ણ કરી છે.
રોહિત શર્મા 450મી ઇન્ટરનેશનલ સિક્સનો આંકડો આંબનાર ભારતનો પ્રથમ અને દુનિયાનો ત્રીજો ખેલાડી બની ગયો છે. ટીમ ઇન્ડિયા તરફથી ‘હિટમેન’ના અત્યાર સુધીમાં 452 સિકસર ફટકારી ચુક્યો છે.
રાંચીમાં રમાયેલી મેચ પહેલા રોહિત શર્માએ ઇન્ટરનેશનલ ક્રિકેટમાં 450 સિક્સર પૂર્ણ કરવા માટે માત્ર 1 શોટની જરૂર હતી. ‘હિટમેન’એ ચોથી ઓવરના ચોથા બોલ પર ડીપ સ્ક્વેટર ગેલ તરફ સિક્સર ફટકારી હતી. જેને જોઇ બોલર એડમ મિલ્ન પણ ચોંકી ગયો હતો.
જો વાત કરવામાં આવે સૌથી વધારે સિક્સ લગાવનાર પ્લેયરની તો આ લિસ્ટમાં પહેલા નંબર પર વેસ્ટ ઈન્ડિઝનો ક્રિસ ગેલ છે તે બાદ બીજા નંબર પર પાકિસ્તાનનો ઓલ રાઉન્ડર ક્રિકેટર શાહિદ આફ્રિદી અને તે બાદ ત્રીજા નંબર ભારતનો ઓપનર ક્રિકેટર રોહિત શર્મા છે.
ઇન્ટરનેશનલ ક્રિકેટમાં સૌથી વધુ સિકસર મારનાર ખેલાડીઓ
1. ક્રિસ ગેલ – 553 સિક્સર (વેસ્ટ ઈન્ડિઝ)
2.શાહિદ આફ્રિદી – 476 સિક્સર (પાકિસ્તાન)
3. રોહિત શર્મા – 452 સિક્સર (ભારત)
4. બ્રેન્ડન મેક્કુલમ – 398 સિક્સર (ન્યૂઝીલેન્ડ)
5. માર્ટિન ગુપ્ટિલ – 363 સિક્સર (ન્યૂઝીલેન્ડ)
6.એમએસ ધોની – 359 સિક્સર (ભારત)