દિલ્હી – ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ત્રણ વનડે સીરીઝની ત્રીજી મેચ રમાઈ રહી છે. ઈન્દોરના હોલકર ક્રિકેટ સ્ટેડિયમમાં બંને ટીમો આમને-સામને છે. ન્યૂઝીલેન્ડના કેપ્ટન ટોમ લાથમે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે.ભારત શાનદાર બેટિંગ કરતું જોવા મળ્યું છે ત્યારે રોહિત શર્મા અને શુભમન ગિલ જોરદાર પફોમન્સ આપતા જોવા મળ્યા છે.આ મેચમાં બન્ને પાર્ટનરે લોકોનું ધ્યાન આકર્ષિત કર્યું છે.
ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ઈન્દોરમાં સારી બેટિંગ કરતા ODI કારકિર્દીની 30મી સદી પૂરી કરી છે. હાલમાં તે ટીમ માટે 83 બોલમાં 100 રન બનાવ્યા બાદ છે. આ દરમિયાન તેણે નવ ચોગ્ગા અને છ છગ્ગા નીકળ્યા છે.જો કે હવે તે આઉટ થયો છે .
ઉલ્લેખનીય છે કે આ મેચ ઈન્દોરના સ્ટેડિમમાં રમાઈ રહી છે રોહિત શર્મા અને શુભમન ગિલ વચ્ચેની શાનદાર ભાગીદારીના કારણે ભારતીય ટીમનો સ્કોર કોઈ પણ નુકશાન વિના 200 રન કર્યા છે.રોહીત શર્મા અને શુભમન ગિલે સદી ફટકારી છે જ્યારે રોહીત શર્માએ આ પરાક્રમ 3 વર્ષ બાદ દેખાડ્યું છે. વર્તમાન વનડે સિરીઝની વાત કરીએ તો શુભમન ગિલે પ્રથમ વનડેમાં બેવડી સદી ફટકારી હતી. આવું કરનાર તે સૌથી યુવા ક્રિકેટર બન્યો.