– ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની રોલ્સ રોયસે સિદ્ધિ હાંસલ કરી
– કંપનીએ સૌથી વધુ સ્પીડે ઉડી શકતું ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં સફળતા મેળવી
– આ વિમાન પ્રતિ કલાક 623 કિમીની સ્પીડથી ઉડવા માટે સક્ષમ છે
દિલ્હીઃ ઓટો સેક્ટરની દિગ્ગજ કંપની રોલ્સ રોયસે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. કંપનીએ સૌથી વધુ સ્પીડે ઉડી શકતું ઈલેક્ટ્રિક પ્લેન બનાવવામાં સફળતા મેળવી છે.
આ વિમાનની ખાસિયત વિશે વાત કરીએ તો આ વિમાન પ્રતિ કલાક 623 કિમીની ઝડપથી ઉડવા માટે સક્ષમ છે. તેની સાથે જ અગાઉના ઈલેક્ટ્રિક પ્લેનનો પ્રતિ કલાક 212 કિમીની ઝડપથી ઉડવાનો રેકોર્ડ પણ બ્રેક થઈ ગયો છે. આ વિમાનને સ્પિરિટ ઓફ ઇનોવેશન નામ અપાયું છે. તેની બેટરી એટલી શક્તિશાળી છે કે તેનાથી એક સાથે 7500 સ્માર્ટફોન ચાર્જ થઈ શકે છે।
આ વિમાને તાજેતરમાં થયેલી ટ્રાયલમાં 11 મિનિટમાં 3 કિમીનુ અંતર કાપ્યુ હતુ.વિમાને 202 સેકન્ડમાં 3000 મીટરની ઉંચાઈ પ્રાપ્ત કરી હતી.કંપનીના સીઈઓ વોરેન ઈસ્ટે કહ્યુ હતુ કે, કાર્બન મુક્ત વિમાનોની દીશામાં આ એક મોટી સફળતા છે.એક વખત ચાર્જ કર્યા બાદ પ્લેન 30 મિનિટ સુધી ઉડી શકે છે.કંપની જોકે એક ચાર્જમાં 160 કિલોમીટરની મુસાફરી થઈ શકે તેવી ટેકનોલોજી પર પણ કામ કરી રહી છે.
નોંધનીય છે કે, રોલ્સ રોયસના નવા પ્લેનમાં 6480 સેલ્સ વાળી બેટરી લગાવવામાં આવી છે.આ બેટરીથી જનરેટ થવા પાવરથી વિમાનના પ્રોપલરને 2200 આરપીએમની ઝડપથી ફેરવી શકાય છે.