નવી દિલ્હીઃ ક્રિસ્ટિયાનો રોનાલ્ડોને મહાન ફૂટબૉલ ખેલાડીઓમાંથી એક ગણવામાં આવે છે. રોનાલ્ડો બુધવારે યુટ્યુબ પર આવ્યો ને તરત જ તેના ચાહકો તેની ચેનલ પર ઉમટી પડ્યા. તેના ક્રેઝનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે માત્ર બે કલાકમાં જ રોનાલ્ડોની ચેનલે 10 લાખથી વધુ સબસ્ક્રાઈબરનો આંકડો પાર કરી લીધો હતો. આ સાથે રોનાલ્ડોએ રેકોર્ડ સમયમાં આટલા સબ્સ્ક્રાઇબર્સ મેળવીને ઈતિહાસ રચ્યો છે. અત્યાર સુધીમાં તેના લગભગ 50 લાખ સબસ્ક્રાઇબર્સ થઈ ગયા છે.
રોનાલ્ડોએ પોતાના પહેલા વીડિયોમાં તેના ફૂટબૉલ પ્રત્યેના જુસ્સા વિશે જણાવ્યું. આ સાથે તેણે મેદાન બહારના પોતાના જીવન વિશે પણ વાત કરી. રોનાલ્ડોએ કહ્યું- હું આ પ્રોજેક્ટ શરૂ કરીને ખૂબ જ ખુશ છું. તે લાંબા સમયથી મારા મગજમાં હતું. મને સોશિયલ મીડિયા પર ચાહકો સાથે જોડવામાં હંમેશા આનંદ આવ્યો છે. હવે મને યુટ્યુબ ચેનલ દ્વારા એક વધુ મોટું પ્લેટફોર્મ મળશે. ચાહકો મારા પરિવાર અને વિવિધ વિષયો પરના મારા વિચારો જાણી શકશે.
રોનાલ્ડોએ તેની કારકિર્દીમાં ચોથી વખત ફૉર્બ્સની સૌથી વધુ કમાણી કરનારા ખેલાડીઓની યાદીમાં ટોચનું સ્થાન મેળવ્યું હતું. આ સાથે સાઉદી અરેબિયાની ટીમ અલ-નાસરમાં સામેલ થયા બાદ રોનાલ્ડો વિશ્વનો સૌથી વધુ કમાણી કરનાર ખેલાડી બની ગયો છે.
#CristianoRonaldo #RonaldoYouTube #FootballLegend #YouTubeMilestone #RecordBreaking #FootballStar #RonaldoChannel #SocialMediaSuccess #FootballIcon #ForbesTopEarners #AlNassr #HighestEarningAthlete #RonaldoCareer #YouTubeGrowth #FootballFever #RonaldoFanBase #FootballAchievements #GlobalSuperstar #SocialMediaInfluence #RonaldoRecords