ઈન્દોરમાં રિસોર્ટના નિર્માણધીન મકાનની છત ધરાશાયી, પાંચના મોત
- આ દૂર્ઘટના રાત્રિના સમયે બની
- સવારે ચોકીદારે પોલીસે ઘટનાની જાણ કરી
- પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી
ઈન્દોરઃ મધ્યપ્રદેશના ઇન્દોર જિલ્લામાં એક રિસોર્ટના નિર્માણ હેઠળના એક મકાનની સિમેન્ટની છતનો સ્લેબ તૂટી પડવાને કારણે કાટમાળ નીચે દટાઇ જવાથી પાંચ લોકોના મોત થયા હતા. પોલીસ અધિક્ષક હિતિકા વસલે પત્રકારોને જણાવ્યું હતું કે જિલ્લા મુખ્યાલયથી લગભગ 40 કિમી દૂર ચોરલ વિસ્તારમાં એક નિર્માણ કાર્ય દરમિયાન તાજેતરમાં સિમેન્ટની છતનો સ્લેબ ભરાઈ ગયો હતો અને ત્યાં કામ કરતા પાંચ લોકો તેની નીચે સૂઈ ગયા હતા.
તેમણે કહ્યું, “જ્યારે ચોકીદાર શુક્રવારે સવારે ઘટનાસ્થળે પહોંચ્યો, ત્યારે તેણે પોલીસને જાણ કરી કે આ લોકો છતના કાટમાળ નીચે દટાયા છે.” સંયુક્ત ટીમ દ્વારા બચાવ કામગીરી, પાંચ લોકો કાટમાળમાંથી મૃત મળી આવ્યા હતા. તેમણે કહ્યું કે, હાલમાં એ કહી શકાય નહીં કે અકસ્માત કયા સમયે થયો હતો કારણ કે આ લોકો સિવાય રાત્રે ઘટનાસ્થળે અન્ય કોઈ હાજર નહોતું. નાયબ પોલીસ અધિક્ષક (ડીએસપી) ઉમાકાંત ચૌધરીએ જણાવ્યું હતું કે આ ઘટના ચોરલ વિસ્તારના એક રિસોર્ટમાં બની હતી, જ્યાં મકાન બનાવવામાં આવી રહ્યુ હતું. તેમણે કહ્યું કે, પોલીસે આ અકસ્માતની ઝીણવટભરી તપાસ હાથ ધરી છે.
#IndoreAccident #BuildingCollapse #ConstructionTragedy #MadhyaPradesh #ResortAccident #SafetyMeasures #ConstructionSafety #TragicIncident