Site icon Revoi.in

પાવાગઢમાં ફરીથી રોપ-વે સેવા પુનઃ શરુ કરાઈ

Social Share

અમદાવાદઃ ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢમાં દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓને સરળતા રહે તે માટે રોપ-વે સેવાઓ કાર્યરત છે. જો કે, ટેકનિકલ ખામી સર્જાતા બંધ કરવામાં આવી હતી. તેમજ ગણતરીના કલાકોમાં જ સમારકામ કરીને તેને પુનઃ શરૂ કરી દેવામાં આવી છે.

પાવાગઢમાં આવેલ રોપવે ગઈ કાલે ટેકનિકલ ખામીને લીધે અને સુરક્ષાની દ્રષ્ટિએ એક દિવસ માટે બંધ કરવામાં આવ્યો હતો.જે આજે ફરી પુનઃ શરૂ કરી દેવામાં આવ્યો છે. રોપવેનું સંચાલન કરતી કંપનીના જણાવ્યા મુજબ રોપવેના પોલ નંબર  5 માં ટેકનિકલ ખામી સર્જાઇ હતી અને હવે તેનું સમારકામ કરી નાખવામાં આવ્યું છે અને આજે  ફરીથી રોપવે સેવા પુનઃ શરૂ કરી દેવામાં આવી છે સાથે લોકોને રોપવે અંગેની અફવાઓથી દૂર રહેવા અનુરોધ કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાતના સુપ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી, ગીરનાર સહિતના ધાર્મિક સ્થળો ઉપર શ્રદ્ધાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને રોપ-વે સેવા શરૂ કરવામાં આવી હતી. તેમજ દરરોજ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ રોપ-વે સેવાનો લાભ મેળવે છે.