આપણે સૌ કોઈ ગુલાબના ઉપયોગ વિશે જાણીએ છીએ ખાસ કરીને ગુલાબનો ઉપયોગ સોંદર્યપ્રઘાન સામગ્રીમાં થતો હોય છે જો કે સુંદરતાની સાથે સાથે ગુલાબના પાનનું સેવન તમારા સ્વાસ્થ્યને પણ ફાયદો પહોંચાડે છે ગુલાબની તાસિર ઠંડી હોય છે જે પેટની બળતરા એસિટિડી જેવી સમસ્યામાં રાહત આપે છે.
જો તમને પેટમાં સતત બળતરાની ફરીયાદ રહેતી હોય તો લાલા રંગના એક વાટકા જેટલા ગુલાબના પાંદડાને પાણીમાં 5 મિનિટ ઉકાળી આ પાણીને ઠંડુ થવાદો ત્યાર બાદ સવારે ભૂખ્યા પેટે આ પાણી પવીાથી પેટની બળતરા મટે છે
જો તમને એસિટિડીની પણ ફરિયાદ હોય તો ગુલાબના પાદંડાને સુકવીને તેનો પાવડર બનાવી તેને મધસાથે ખાવાથી એસિટિડી મટે છે.આ સાથે જ દૂધમાં ગુલાબના પાવડરનું સેવન કરવાથી આંખોની બળશતરા પેટની બળતરા અને એસિટિડી ત્રણેયમાં રાહત મળે છે.
ગુલાબના સેવનથી વજન ઘટે છે, પાણીમાં ગુલાબના પાન પાણીમાં ઉકાળી તેમાં મધ નાખીને પીવાથી વજન ઉતારવામાં મદદ મળી રહે છે ગુલાબના પાનને આંખો પર રાખી મૂકવાથી આંખોને પણ ઠંકડ પહોંચે છે.આ સાથે જ ગુલાબજળ આંખો માટે ફાયદા કારક સાબિત થાય છે.
જે લોકોને પેશાબમાં બળતરા થતી હોય તે લોકોએ દરરોજ સવારે 7 થી 8 ગુલાબના પાન ચાવી જવા તેનાથી આ સમયસ્યા દૂર થાય છે અને પાશાબ અટકીને આવતી હોય તો તે પણ મટે છે આ સાથે જ ગુલાબના રસનો સ્વાદ તીક્ષ્ણ, સરળ, કડવો અને મધુર હોય છે. ગુલાબનો ઉપયોગ કરવાથી હૃદય, મન અને પેટની શક્તિ વધે છે,આ સાથે જ પાચન ક્રિયા પણ મજબૂત બને છે