- સ્કિનની એલર્જી દૂર કરવા એલોવીરા જેલ લગાવો
- ગુલાબજળના વડે ચેહરાને લાફ કરવાથી એલર્જી મટે છે
આજની આ ભાગદોળ વાળી લાઈફમાં આપણે આપણી કાળજી લેવાનું ચૂકી જતા હોઈએ છે, બહાર જઈએ ત્યારે આપણા ચહેરા તથા હાથ-પગની સ્કિન પર ડસ્ટ લાગી તો હોઈએ છે, આ સાથે જ હાલ તો ઠંડીની સિઝન છે એટલે તરત સ્કિનમાં એલર્જી થઈ જાય છે વળી સ્કિન ફાટી જાય તો ફાટેલી સ્કિનમાં રેડનેસ અને એલર્જીનું પ્રમામ પણ વધે છે.
આવી સ્થિતિમાં જ્યારે પણ ડસ્ટ લાગે ત્યારે માત્ર સાદા પાણી વડે હાથ-પગ મો ઘોઈ લેતા હોઈએ છે, પરંતુ બહારનો ડસ્ટ ઘીમે ઘીમે જંગી બનીને ચહેરા પર જામી જાય છે, ત્યારે સ્કિનમાં એલર્જી થાય છે, ખંજવાળ આવે છે, ફોલ્લીઓ થાય છે, વગેરી જેવી અસર આપણી સ્કિન પર જોવા મળે છે. માટે ખાસ શિયાળામાં સ્કિનની કાળજી રાખવી જોઈએ
શિયાળામાં ઠંડીના કારણે સ્કિન પર એલર્જી થાય છે જેને લઈને ત્વચાનો રંગ લાલ થવા લાગે છે. તેના પર દાના, બળતર, ખંજવાળ વગેરેની સમસ્યા થવા લાગે છે.તો ચાલો જાણીએ આપણી સ્કિનને સુંદર, ગ્લોઈંગ, નરમ બનાવવા માટેના કેટલાક ઘરેલું ઉપરચાર
- શિયાળામાં સ્કિન પર જ્યારે પણ ખંજવાળ આવવા લાગે ત્યારે ગુલાબજળ ચહેરા પર લગાવીને રાખવું ત્યાર બાદ પાણી વડે ફેશ વોશ કરવો.
- આ સાથે જ તમે ચહેરા પર ટી-ટ્રી ઑયલનો ઉપયોગ પણ કરી શકો છો. તેમાં રહેલ એંટી-ઈંફ્લેમેંટ્રી, એંટી માઈક્રોબિયલ, એંટી બેક્ટીરિયલ ગુણ સ્કિન એલર્જીને ઓછું કરવામાં મદદ કરે છે.ખંજવાળ તથા બળતરા પણ તેનાથી દૂર થાય છે
- તમારી સ્કિનની કાળજી લેવા માટે તમારે એલોવેરા જેલનો ઉપયોગ કરવો ,તેમાં એંટી બેક્ટીરિયલ, એંટી વાયરલ ગુણો સમાયેલા હોય છે. જેને ત્વચા પર લગાળવાથી ખંજવાળ, બળતરા,કે ત્વચાને લગતી એલર્જી દૂર થાય છે.
- જ્યારે પણ તમને સ્કિન એલર્જી થાય ત્યારે તમે એપલ સાઈડર વિનેગર એટલે કે સરકાનો ત્વચા પર પ્રયોગ કરી શકો છો.તેમાં એન્ટિ બેક્ટીરિયલ વાયરલ ગુણ સ્કિનને અંદરથી પોષિત કરી તેને એલર્જી દૂર કરવામાં મદદ કરે છે. સરકાને ગરમ પાણીમાં મિક્સ કરીને લગાવવો જોઈએ તો તે ફાયદો કરે છે.
- જો સ્કિનમાં ખંજવાળ આવતી હોય તો લીમડાના પાનની પેસ્ટ બનાવીને તેને ચહેરા પર 10 મિનિટ લાગવી બાદમાં ઠંડા પાણી વડે ચહેરો ધોઈ લેવો, આમ દિવસમાં બે વખત કરવાથી ખંજવાર દૂર થાય છે.
- જો સ્કિન પર વરાળ લાગી ગઈ હોય અને બળતરા થતી હો. તો ફ્રીજમાં રાખેલી ઠંડી મલાઈ લવાગી રાખવી જેનાથી બળતરા દૂર થાય છે અને રેડનેસ થતા અટકે છે.