Site icon Revoi.in

વંદે ભારત ટ્રેન માટે ટૂંકસમયમાં માર્ગ અને ટાઈમટેબલ જારી કરાશે

Social Share

 

દિલ્હી- કેન્દ્ર સરકાર દ્વારા બજેટમાં રજૂ કરવામાં આવેલી 400 નવી વંદે ભારત ટ્રેનની જાહેરાતથી દેશમાં હાઈ સ્પીડ ટ્રેનનું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે. યાત્રીઓ માટે આ ટ્રેનના સંચાલનથી યાત્રા વધુ રસળ બનશે

રેલ્વે મંત્રી અશ્વિની વૈષ્ણવે પોતે ખુશખબર આપતા કહ્યું છે કે નવી વંદે ભારત ટ્રેન સેવાઓના રૂટ અને સમયપત્રક ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. તેમણે કહ્યું કે ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં નવા રેક આવવાની અપેક્ષા છે.

સેન્ટ્રલ રેલ્વે નેટવર્ક પર થાણે અને દિવા વચ્ચે 5મી અને 6ઠ્ઠી લાઇન શરૂ કરવા માટે આયોજિત એક કાર્યક્રમ બાદ પત્રકારોને સંબોધતા મંત્રીએ જણાવ્યું હતું કે 75 વંદે ભારત ટ્રેનો બનાવવામાં આવી રહી છે, જ્યારે કેન્દ્રીય બજેટમાં અન્ય 400 રેક બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે

તેમણે કહ્યું હતું કે આ ટ્રેન માટે રુટ અને સમયપત્રક ટૂંક સમયમાં નક્કી કરવામાં આવશે. દેશના તમામ ભાગોમાં આ સેવાઓ મળશે. આ ટ્રેનો રેલવેની ચેન્નાઈ ફેક્ટરીમાં બનાવવામાં આવી રહી છે. આ ટ્રેનોની રવાનગી ઓગસ્ટ-સપ્ટેમ્બરથી શરૂ થશે.

રેલ્વે મંત્રી વૈષ્ણવે જણાવ્યું હતું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જૂની ટ્રેનોને નવા ‘રોલિંગ સ્ટોક’ સાથે બદલવાનું વિઝન આપ્યું હતું અને 2019માં રજૂ કરાયેલી બે વંદે ભારત ટ્રેનો સમગ્ર વિશ્વમાં દેશની ઓળખ બની હતી. તેમણે એમ પણ કહ્યું કે થાણે અને દિવા વચ્ચેની નવી લાઈનો અહીં પરિવહનનો એક નવો અધ્યાય છે, જે મુંબઈ, થાણે અને કલ્યાણના એક લાખથી વધુ લોકોને અનુકૂળ રીતે મુસાફરી કરવા સક્ષમ બનાવે છે.