Site icon Revoi.in

RPFના જવાનનું સરહાનીય કાર્ય- ટ્રેન પર ચઢતો યુવક પડી જતા આ રીતે બચાવ્યો જીવ, વીડિયો થયો વાયરલ

Social Share

 

મુંબઈઃ- ભારત દેશ હંમેશા એકબીજાની મદદ માટે જાણીતો દેશ છે, અહીના લોકો લાગણીશીલ છે રોજેરોજ આવા અનેક ઉદાહરણો સોશિયલ મીડિયા પર આપણાને જોવા મળતા હોય છે, ત્યારે ફરી એક નાવતાનું શ્રેષ્ઠ ઉદાહરણ જોવા મળ્યું છે.

રેલવે પ્લેટફોર્મ પર અવારનવાર હૃદયદ્રાવક ઘટનાઓ બનતી રહે છે. એટલા માટે લોકોને હંમેશા સજાગ રહેવાની સૂચના આપવામાં આવી રહી છે. પરંતુ તેમ છતાં ઘણી વખત આવી ઘટનાઓ બને છે, જે  વીડિયો સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે મુંબઈના વડાલા રેલવે સ્ટેશન પર એક મુસાફર અકસ્માતમાં બચી ગયો હતો. સદનસીબે આરપીએફ કોન્સ્ટેબલ નેત્રપાલ સિંહે સમયસર મુસાફરનો જીવ બચાવ્યો હતો.

આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ચાલતી ટ્રેનમાં ચડતી વખતે એક યાત્રી પડી જાય છે. પેસેન્જર પ્લેટફોર્મ પર પડતાની સાથે જ આરપીએફ કોન્સ્ટેબલ તરત જ તેને બહાર કાઢે છે અને સુરક્ષિત રીતે બહાર લઈ જાય છે. આરપીએફ અધિકારીની આ સરહાનિ કાર્યવાહી રેલવે સ્ટેશનના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. વીડિયોના કેપ્શનમાં સેન્ટ્રલ રેલવેએ લખ્યું, ‘RPF કોન્સ્ટેબલ નેત્રપાલ સિંહની સમયસર કાર્યવાહીએ વડાલા સ્ટેશન પર લપસીને પડી ગયેલા મુસાફરનો જીવ બચાવ્યો.

ઉલ્લેખનીય છે કે ઘણી વખત રેલ્વે સ્ટેશનો પર આવી ઘટનાઓ બનતી હોય છે અને ત્યા હાજર લોકો અથવા પોલીસ મદદે આવતા હોય છે અને આ વીડિયો સાશિયલ મીડિયોમાં વારલ થાય છે ત્યારે આરપીએફના આ જવાનનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.લોકો તેમની ખૂબ પ્રસંશાઓ કરી રહ્યા છે.