- ફિલ્મ RRR ફરી અમેરિકામાં રિલીઝ કરાશએ
- ઓસ્કાર પહેલા આ ફઇલ્મ 200 થીેટરોમાં રિલીઝ થશે
- નાટૂ નાટૂ સોંગ ઓસ્કારમાં નોમિનેટ બાદ આ નિર્ણય લેવાયો
મુંબઈઃ- સાઉથની ફિલ્મોનો હવે દબદબો જોવા મળે છે, હિન્દી દર્શકો પણ ફિલ્મને ખૂબ ણળી રહ્યા છે એટલું જ નહી હવે સાઉથ ફિલ્મોએ ગેશની બહાર પણ ડંકો વગાડ્યો છે અને આમાની એક ફિલ્મ છે સાઉથની સુપરહિટ ફિલ્મ આરઆરઆર, રાજામૌલીની આ ફિલ્મનું સોંગ નાટૂ નાટૂ ઓસ્કારમાં નોમિનેટ થયું છે ત્યારે ફિલ્મ પણ ફરીથી અમેરિકામાં રિલીઝ થવા જઈ રહી છે.
એક્ટર રામ ચરણ અને જુનિયર એનટીઆરની એક્ટિંગ તારીફે કાબિલ જોવા મળે છે જેને લઈને દર્શકો ફિલ્મને મળ્યા આ સાથે જ ફિલ્મનું સોંગ નાટુ-નાટુ ઓસ્કાર 2023 માટે નોમિનેટ થયું છે, 12મી માર્ચે યોજાનારા 95મા ઓસ્કારમાં પણ આ સોંગમાં શાનદાર પરફોર્મન્સ જોવા મળશે.
આ સાથે જ ઓસ્કાર ઈવેન્ટ પહેલા, અમેરિકામાં ફરી એકવાર RRR રિલીઝ થઈ રહી છે. ફિલ્મ RRR અમેરિકાના લગભગ 200 થિયેટરોમાં 3 માર્ચે ફરીથી રિલીઝ થશે. જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. ફિલ્મ વિતરક વેરિએન્સ ફિલ્મ્સે આ અંગે માહિતી આપી છે.
જો કે મહત્તેવની વાત એ છે કે ઓસ્કાર પહેલા રાજામૌલીની ફિલ્મ RRR ફરી એકવાર અમેરિકાના 200 થિયેટરોમાં રિલીઝ થશે. ફિલ્મનું અત્યાર સુધીનું સૌથી મોટું સ્ક્રિનિંગ લોસ એન્જલસમાં યોજવામાં આવ્યું છે ત્યારે યુએસના દર્શો પણ ફિલ્મને લઈને ઉત્સાહીત છે કારણ કે ફિલ્મનું સોંગ ઓસ્કાર માટે નોમિનેટ થયું છે.
આ સહીત વધુ વિગત પ્રમાણે લોસ એન્જલસના ડોલ્બી થિયેટરમાં રાજામૌલીની એક્શન એપિક ફિલ્મ ‘RRR’નો ધમધમાટ જોવા મળશે. એકેડેમી એવોર્ડ્સમાં ફિલ્મ RRR ગીત ‘નાતુ-નાતુ’ પર શાનદાર પ્રદર્શન થવા જઈ રહ્યું છે. આ ગીતના ગાયકો રાહુલ સિપલીગંજ અને કલા ભૈરવ સ્ટેજ પર શાનદાર પરફોર્મન્સ આપશે.