Site icon Revoi.in

બિહારમાં પૂરથી અસરગ્રસ્ત પરિવારોને રૂ.225 કરોડની સહાય

Social Share

પટનાઃ બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે પૂરથી અસરગ્રસ્ત 3.21 લાખ પરિવારોના ખાતામાં 225 કરોડ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરી છે. મુખ્યમંત્રી કાર્યાલય ખાતે મળેલી બેઠકમાં તેમણે આ વળતર રાશી પીડિતો માટે જાહેર કરી હતી.

રાજ્ય સરકારે નવા પ્રસ્તાવ પ્રમાણે પ્રત્યેક પૂર પીડિત પરિવારને સાત હજાર રૂપિયાની સહાય જાહેર કરી છે, જે અગાઉ 6 હજાર રૂપિયા હતી. ગંડક અને કોસી નદીના જળસ્તરમાં થયેલા વધારા બાદ સર્જાયેલી પૂરની સ્થિતિને પગલે અસરગ્રસ્ત બનેલા પરિવારોને સહાયનો આ બીજા તબક્કો છે.

આ પૂર્વે બિહાર સરકાર 4.38 લાખ પૂર પરિવારોને 307 કરોડ રૂપિયાની સહાય જાહેર કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વર્ષે બિહાર થોડા સમયના જ અંતરાલમાં બે વાર પૂરનો ભોગ બન્યું હતું.