Site icon Revoi.in

રુ. 2000ની 97.38% નોટો બેંકમાં પરત આવી : RBI

Social Share

નવી દિલ્હીઃ 2000 રૂપિયાની નોટને લઈને એક મોટું અપડેટ સામે આવ્યું છે. RBI અનુસાર, દેશમાં ચલણમાં રહેલી 2000 રૂપિયાની લગભગ 97.38 ટકા નોટો અત્યાર સુધીમાં બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે. લોકો પાસે હવે માત્ર 9,330 કરોડ રૂપિયાની નોટો બચી છે. જો કે રૂ. 2,000ની નોટ લીગલ ટેન્ડર રહેશે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ આ જાણકારી આપી છે.

સોમવારે જાહેર કરાયેલા એક નિવેદનમાં, RBIએ જણાવ્યું હતું કે, 19 મે, 2023ના રોજ ચલણમાં રહેલા રૂ. 2,000 મૂલ્યના રૂ. 3.56 લાખ કરોડમાંથી, તે 29 ડિસેમ્બર, 2023ના રોજ બિઝનેસ બંધ થવાના સમયે ઘટીને રૂ. 9,330 કરોડ પર આવી ગયો હતો. આ રીતે, વર્ષના અંત સુધીમાં, ચલણમાં રૂ. 2000 મૂલ્યની બેંક નોટોમાંથી કુલ 97.38 ટકા બેંકિંગ સિસ્ટમમાં પાછી આવી છે.

રિઝર્વ બેંકના જણાવ્યા અનુસાર, 2,000 રૂપિયાની નોટ હજુ પણ લીગલ ટેન્ડર છે. આ બે હજાર રૂપિયાની નોટ દેશભરમાં આરબીઆઈની પ્રાદેશિક કચેરીઓમાં જઈને બદલી અથવા જમા કરાવી શકાય છે. આ સિવાય લોકો તેમના બેંક ખાતામાં જમા કરાવવા માટે ઈન્ડિયા પોસ્ટ દ્વારા કોઈપણ પોસ્ટ ઓફિસમાંથી કોઈપણ RBI ઓફિસમાં 2000 રૂપિયાની નોટ મોકલી શકે છે.

તમને જણાવી દઈએ કે આરબીઆઈની ઓફિસો જ્યાં બે હજાર રૂપિયાની નોટ બદલી અથવા જમા કરાવી શકાય છે તેમાં અમદાવાદ, બેંગલુરુ, બેલાપુર, ભોપાલ, ભુવનેશ્વર, ચંદીગઢ, ચેન્નાઈ, ગુવાહાટી, હૈદરાબાદ, જયપુર, જમ્મુ, કાનપુર, કોલકાતા, લખનૌ, મુંબઈનો સમાવેશ થાય છે. નાગપુર, નવી દિલ્હી, પટના અને તિરુવનંતપુરમ. રિઝર્વ બેન્કે નવેમ્બર 2016માં રૂ. 1,000 અને રૂ. 500ની વર્તમાન નોટોને બંધ કર્યા બાદ રૂ. 2,000ની કિંમતની નોટ જારી કરી હતી.