Site icon Revoi.in

રૂ. 2000ની નોટને લઈને આવી મહત્વની જાણકારી,જાણો

Social Share

દિલ્હી :દરેક લોકો વિચારી રહ્યા છે કે ભારતમાં ફરીવાર સરકાર દ્વારા નોટબંધીનો પ્લાન કરવામાં નથી આવી રહ્યો ને, કેટલાક લોકોને આ વાત સતાવી રહી છે ત્યારે તે વાતને લઈને મહત્વની જાણકારી સામે આવી છે જે સૌ કોઈએ જાણવી જરૂરી છે.

સમાચાર એવા છે કે તમે આઈડી પ્રૂફ વગર 2000 રૂપિયાની નોટ અન્ય મૂલ્યની નોટો સાથે બદલી શકો છો. આ માટે તમારે કોઈ ફોર્મ ભરવાની જરૂર નથી. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ પોતાના પત્રમાં આ અંગે જાણકારી આપી છે.

સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના નોટિફિકેશનમાં કહ્યું છે કે, 2000 રૂપિયાની નોટ બદલવા માટે કોઈપણ વ્યક્તિએ આંખનો પુરાવો આપવો પડશે નહીં કે કોઈ ફોર્મ ભરવાનું રહેશે નહીં. 2000 રૂપિયાની 20,000 રૂપિયા સુધીની નોટ એક જ વારમાં સરળતાથી બદલી શકાશે.

ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકો પણ બિઝનેસ કોરોસ્પોન્ડન્ટ સેન્ટરની મુલાકાત લઈને 2000 રૂપિયાની નોટો એક્સચેન્જ કરાવી શકે છે. પરંતુ કેન્દ્ર પર માત્ર 2000 રૂપિયાની 4000 રૂપિયા સુધીની નોટો જ બદલી શકાશે.