Site icon Revoi.in

RSS સંગઠને પીએમ મોદીને કરી અપીલ – MSPની નીચે ખરીદી ગેરકાયદેસર હોવી જોઈએ

Social Share

ખડૂતો સાથે સંકળાયેલા મુદ્દાને લઈને હાલ સંસદમાંથી લઈને બહાર સુધી અનેક વિવાદો ચાલી રહ્યા છે, ખેડૂતો અને ખેતી સાથે સંકળાયેલા ત્રણ બિલ રાજ્યસભામાં રજુ કરવામાં આવશે ત્યારે આ સમગ્ર બાબતે હવે કેન્દ્ર સરકાર દ્વારા સંકેત આપવામાં આવ્યા છે કે, સરકાર કોઈ પણ કારણોસર અને કોઈના દબાણ હેઠણ આવીને કોઈ  નિર્ણય નહી લે.

હાલ રાષ્ટ્રીય સ્વયંમસેવક સંઘ સાથે જોડાયેલા જાગરણ મંચે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરી છે કે, જો ખેડુતો પોતાનું ઉત્પાદન મંડળીની બહાર વેચી રહ્યા છે, તો સુનિશ્ચિત થવું જોઈએ કે ન્યૂનતમ ટેકાના ભાવ તેઓને મળી રહે.

સ્વદેશી જાગરણ મંચએ પીએમ મોદીને કહ્યું કે, ન્યૂનતમ સમર્થન મૂલ્યની નીચેની ખરીદીને ગેરકાયદેસર કરાર આપવામાં આવે, કોઈને પણ ખેડૂતોના ઉત્પાદનને એમએસપીથી નીચેના દરે ખરીદવાની પરવાનગી નહી આપવી જોઈએ.

ત્યારે બીજી તરફ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ સાથે સંકળાયેલા ભારતીય કિસાન સંઘ સંસદીય સમિતિ દ્રારા કૃષિ સંબંધિત ધારાસભ્યોને વધુ તપાસ કરવાની અને પરખવાની માંગ કરવામાં કરવામાં આવી છે. ભારતીય ખેડૂત સંગઠનનું કહેવું છે કે, આ ધારાસભ્યોનું સંપૂર્ણ રીતે પરીક્ષણ થવું જોઈએ. ધારાસભ્યોને પસંદ કરવામાં કોઈ પણ પ્રકારની ઉતાવળ કરવી જોઈએ નહી.

ભારતીય કિસાન યુનિયનના મહાસચિવ કુલકર્ણી ઇચ્છે છે કે, આમાં એવી જોગવાઈઓ હોવી જોઈએ કે જેથી કોઈ પણ ખેડૂતોનો પાક ન્યુનત્તમ ટેકાના ભાવથી નીચે કોઆ ખરીદી ન શકે. ઉલ્લેખનીય છે કે, કોંગ્રેસ સહિતના વિરોધી પક્ષો ખેડૂતોને લગતા  આ ત્રણ બીલનો વિરોધ કરી રહ્યા છે. ખેડુત વેપાર અને વાણિજ્ય બિલ, 2020 ગુરુવારે લોકસભામાં પસાર કરવામાં આવ્યું છે.

સાહીન-