Site icon Revoi.in

RSS વડા મોહન ભાગવતે અક્ષય કુમારની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ને વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવી

Social Share

દિલ્હીઃ- બોલિવૂડની તાજેતરમાં રિલીઝ થયેસી ઐતિહાસિક ફિલ્મ સમ્રાટ પૃથ્વીરાજ ઘણી ચર્ચામાં છે આ સાથે જ ગૃમંત્રી શાહે પણ આ ફઇલ્મ જોઈને તેની પ્રસંશા કરપી છે ત્યારે હવે આરએસએસ પ્રમુખ મોહન ભઆગવતે પણ આ ફિલ્મ અભઇનેતા સાથએ નિહાળઈ હતી અને તેની પ્રસંશા કરી છે.

સંઘના પ્રમુખ મોહન ભાગવત, સરકાર્યવાહ દત્તાત્રેય હોસાબલે, કૃષ્ણ ગોપાલ, મનમોહન વૈદ્ય, ભૈય્યાજી જોશી, ઝુંબેશ પ્રમુખ સુનીલ આંબેડકર અને સહ-પ્રચાર વડા નરેન્દ્ર ઠાકુર સહિત સંઘના પદાધિકારીઓ માટે વિશેષ સ્ક્રીનિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ સ્ક્રિનિંગમાં અક્ષય કુમાર પણ હાજર હતો રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વડા મોહન ભાગવતે બોલીવુડ અભિનેતા અક્ષય કુમારની નવી ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ દિલ્હીના ચાણક્યપુરી પીવીઆર ખાતે નિહાળી અને કહ્યું કે આ પહેલીવાર છે જ્યારે પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ ઘોરીનો સંઘર્ષ ભારતમાં ભારતીય દૃષ્ટિકોણથી લખાયેલ ભારતીય ભાષામાં  દર્શાવાયો છે.

તેમણે આ ફિલ્મને  વર્લ્ડ ક્લાસ ફિલ્મ ગણાવીને કહ્યું કે , “અમે પૃથ્વીરાજ ચૌહાણ અને મુહમ્મદ ઘોરી વિશે વાંચ્યું છે. પરંતુ તે અન્ય લોકો દ્વારા લખવામાં આવ્યું છે. આ પહેલીવાર છે જ્યારે આપણે તેને ભારતીય દૃષ્ટિકોણથી જોઈ રહ્યા છીએ