Site icon Revoi.in

RSSના વડા મોહન ભાગવત શનિવારથી ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે આવશે

Social Share

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની ચૂંટણીને હવે પાંચ મહિના જેટલો સમય બાકી રહ્યો છે. ભાજપ સહિત તમામ રાજકીય પક્ષોએ ચૂંટણીની તૈયારીઓ આરંભી દીધી છે. વડાપ્રધામ સહિત રાષ્ટ્રીય નેતાઓના ગુજરાતમાં આંટાફેરા પણ વધી ગયા છે. ત્યારે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના વડા મોહન ભાગવત પણ શનિવારે ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો આ  પ્રવાસ મહત્વપૂર્ણ માનવામાં આવે છે.

સૂત્રોના જણાવ્યા મુજબ સંઘના વડા મોહન ભાગવતની ગુજરાત દરમિયાન તેઓ સંઘના વરિષ્ઠ પદાધિકારીઓ તેમજ ભાજપના નેતાઓને મળે તેવી શક્યતા છે. આ બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે. આ સિવાય સંઘની ભગીની સંસ્થા લઘુ ઉદ્યોગ ભારતીના એક કાર્યક્રમમાં RSS પ્રમુખ મોહન ભાગવત હાજર રહેશે. ગુજરાતમાં તેઓ સંઘના પદાધિકારીઓ સાથે એક બેઠક પણ કરશે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ મોહન ભાગવતના ગુજરાત પ્રવાસની વાત કરીએ તો, 23 જુલાઇએ સવારે અમદાવાદ એરપોર્ટ પહોંચશે. મોહન ભાગવત સતત 2 દિવસ લોકાર્પણના કાર્યક્રમોમાં વ્યસ્ત રહેશે. વિધાનસભાની ચૂંટણી અગાઉ ભાગવતનો પ્રવાસ મહત્વનો માનવામાં આવી રહ્યો છે. તેઓ 23, 24 અને 25 જૂલાઇએ ગુજરાત આવી સંઘના પદાધિકારીઓ સાથે બેઠક કરશે. આ મોટી બેઠકમાં વિધાનસભાની ચૂંટણીઓને લઈ ચર્ચા થશે અને ચૂંટણીમાં સંધની વ્યુહરચના ઘડાશે.

ગુજરાતમાં હવે દિગ્ગજ નેતાઓની આવન જાવન વધી ગઈ છે. નવેમ્બર કે ડિસેમ્બર માસમાં ચૂંટણીના એંધાણ વર્તાઈ રહ્યા છે. જુલાઈ મહિનામાં બે વખત ગૃહમંત્રી અમિત શાહ ગુજરાતના પ્રવાસે આવી ગયા છે, પરંતુ આ વખતે RSS પ્રમુખ મોહન ભાગવતે પણ ગુજરાત પ્રવાસ ગોઠવ્યો છે.